• ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝ રમાશે
  • ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં અશ્વિનને આપવામાં આવી તક
  • ઈરફાન પઠાણે અશ્વિનને લઈ BCCI પર કર્યા પ્રહાર

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝમાં રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે, અશ્વિન ભારતીય વર્લ્ડકપ ટીમનો ભાગ બની શકે છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલના ઈજાગ્રસ્ત થયા બાદ રવિચંદ્રન અશ્વિનને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. આ તમામ વચ્ચે હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે BCCI સિલેક્ટર્સ પર પ્રહાર કર્યો છે. સાથે તેમણે રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડકપનો બેસ્ટ સ્પિનર કહ્યો છે.

ઈરફાન પઠાણે BCCI પર પ્રહાર કેમ કર્યા?

ઈરફાન પઠાણે કહ્યું કે, અત્યારે વર્લ્ડ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનથી સારો સ્પિનર કોઈ છે જ નહીં. જો તે તમારા વર્લ્ડકપ પ્લાનમાં ભાગ છે, તો તેને વધુ મેચ રમવાની તક આપવાની જરૂર હતી. તેમણે કહ્યું કે, વર્લ્ડકપ મોટી ટૂર્નામેન્ટ છે. તમારો સીનિયર ખેલાડી જે લાંબા સમયથી વનડે ફોર્મેટનો ભાગ નથી, તમે તેનાથી શું આશા રાખશો? વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ખેલાડી તરીકે તમારા પર ખુબ દબાવ હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, વર્લ્ડકપ પહેલાં રવિચંદ્રન અશ્વિનને વધુ મેચ રમવાની તક આપવાની જરૂર હતી.

અશ્વિન માટે આગળનો રસ્તો નથી સરળ

ઈરફાન પઠાણે કહ્યું કે, આ ઠીક છે કે, અશ્વિન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં રમશે, પરંતુ શું તમને લાગે છે કે, આ વર્લ્ડકપ માટે ઘણું હશે? તમે મેચમાં 10 ઓવર બોલિંગ કરશો. આ ઉપરાંત તમે ટીમની જરૂરિયાત મુજબ બનવાનો પ્રયાસ કરશો, આ સરળ નથી રહેવાનું. તમારી રણનીતિ આનાથી સારી હોવી જોઈએ. ઈરફાન પઠાણ ઉપરાંત પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ અશ્વિન પર પોતાની વાત રાખી છે. કૈફે કહ્યું કે, અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો છે. આ જ કારણે આપણે અશ્વિન રમતો જોવા મળશે.

  • Follow us on: