• લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે
  • યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 2020માં કર્યા લગ્ન
  • યુઝવેન્દ્ર ચહલ સાથી જોસ બટલરને પ્રપોઝ કરતો જોવા મળ્યો

લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. IPL 2024માં યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર મેદાન પર જોવા મળશે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યુઝવેન્દ્ર ચહલ IPLમાં વધુ સારું પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ માટે પોતાનો દાવો રજૂ કરવા માંગે છે.

ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા

ક્રિકેટ સિવાય યુઝવેન્દ્ર ચહલ પોતાની અંગત જિંદગીના કારણે પણ ચર્ચામાં રહે છે. તેને યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુહેન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. આ પછી આ બંનેને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમના છૂટાછેડાની વાતો પણ આવવા લાગી હતી. જોકે, બાદમાં આ તમામ બાબતોને અફવા ગણાવી હતી. તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા.

રાજસ્થાન રોયલ્સે વીડિયો શેર કર્યો

IPL રાજસ્થાન રોયલ્સ ટીમે વેલેન્ટાઈન ડેના અવસર પર એક સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં યુઝવેન્દ્ર ચહલ તેની રાજસ્થાન રોયલ્સ ટીમના સાથી જોસ બટલરને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલના હાથમાં ફૂલોનો ગુલદસ્તો છે જે તે જોસ બટલરને આપે છે અને તેને ડેટ પર જવા માટે પૂછે છે.


ડેટ પર ગયો ચહલ

આ પછી બટલર અને યુઝવેન્દ્ર ચહલ કાર ચલાવતી વખતે ડેટ પર જતા જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમે તમારી ધનશ્રી ભાભીને છોડી દીધા છે? અન્ય એક યુઝરે લખ્યું કે એવી કઈ મજબૂરી છે કે તમારે જોસ બટલર સાથે ડેટ પર જવું પડે છે?

  • Follow us on: