• T20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બન્યુ
  • ચેમ્પિયન ખેલાડીઓના ખૂબ વખાણ થયા
  • ઇશાન કિશને હાર્દિક પર વરસાવ્યો પ્રેમ

T20 વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બન્યા બાદ ચેમ્પિયન ખેલાડીઓના ખૂબ વખાણ થઈ રહ્યા છે. મિત્રો, સંબંધીઓ અને સાથી ખેલાડીઓ તે ચેમ્પિયન ખેલાડીઓના ઘરે જઈને તેમને અભિનંદન આપી રહ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર હાર્દિક

આ પછી હાર્દિક પંડ્યા પણ ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ પર આવી ગયો છે. આવી સ્થિતિમાં પંડ્યાનો સાથી ખેલાડી ઈશાન કિશન તેને અભિનંદન આપવા તેના ઘરે ગયો હતો અને તેણે અલગ રીતે હાર્દિક પંડ્યાને અભિનંદન પાઠવ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ચેમ્પિયન હાર્દિક પંડ્યા માટે ઈશાન કિશનનો પ્રેમ

હાર્દિકના શાનદાર પ્રદર્શનને તેના સાથી ખેલાડી ઈશાન કિશન દ્વારા સલામ કરવામાં આવી હતી. શુક્રવારે ઈશાને હાર્દિકના ઘરે જઈને તેને આશ્ચર્યચકિત કરી દીધું હતું અને તેના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેનો વીડિયો ઈશાન કિશને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. વીડિયોમાં બંને ખેલાડીઓને પ્રેમથી ગળે લગાવતા જોઈ શકાય છે, ત્યારબાદ ઈશાને હાર્દિકને પ્રેમથી કિસ પણ કરી હતી.


ઇશાન કિશને કરી પોસ્ટ

ઈશાન કિશને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - "તમે છેલ્લા કેટલાક મહિનામાં ઘણું સહન કર્યું છે, તેમ છતાં તમે શાંત અને ધ્યાન કેન્દ્રિત રહ્યા છો. આજે તમને તમારી મહેનત, ઈમાનદારી અને સમર્પણનું પરિણામ મળ્યું છે. કહેવા માટે ઘણું છે પરંતુ શબ્દો ઓછા પડે છે, તમે ચેમ્પિયન અને લાજવાબ છો.

T20 વર્લ્ડકપ 2024માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન

સમગ્ર ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ખાસ કરીને ફાઈનલમાં જ્યારે દક્ષિણ આફ્રિકા 16 ઓવરમાં 151/4ના મજબૂત સ્કોર પર હતું. ત્યારબાદ હાર્દિકે ખતરનાક દેખાતા હેનરિક ક્લાસેનને 17મી ઓવરના પહેલા જ બોલ પર 52 રન પર આઉટ કર્યો હતો. આ પછી તેણે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરને પણ પેવેલિયન મોકલી દીધો હતો. તેણે 16 રન બચાવવાના પડકારને ખૂબ જ સારી રીતે પૂરો કર્યો અને ભારતને 169/8 પર રોકીને વિજય અપાવ્યો. આખી ટુર્નામેન્ટમાં હાર્દિકે 48ની એવરેજથી 144 રન બનાવ્યા અને 17.36ની એવરેજથી 11 વિકેટ પણ લીધી.

  • Follow us on: