• ઈશાન કિશનને બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ધમાકો કર્યો
  • ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને શાનદાર સદી ફટકારી
  • ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે કિશને BCCIના આ સંદેશનું પાલન કરવું પડશે

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ધમાકો જોવા મળ્યો છે. લાંબા સમય બાદ લાલ બોલની ક્રિકેટ રમી રહેલો કિશન આ ટૂર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો દાવો દાવમાં લીધો છે. જોકે, ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે વિકેટકીપર બેટ્સમેને BCCIના આ કડક સંદેશનું પાલન કરવું પડશે.

BCCIનો કિશનને કડક સંદેશ

ઈશાન કિશને વર્ષ 2023માં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનું કારણ આપીને દક્ષિણ આફ્રિકા સાથે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લીધો હતો. આ બ્રેક ઈશાન માટે મોંઘો સાબિત થયો. ત્યારથી આ ખેલાડી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે, એટલું જ નહીં ઈશાનને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી આ ખેલાડી ટીમમાં તેની વાપસીની રાહ જોઈ રહ્યો હતો. તેની વાપસી અંગે BCCIએ કહ્યું કે “તેણે નિયમોનું પાલન કરવું પડશે. તેણે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે.


85 બોલમાં સદી ફટકારી

બુચી બાબુ ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશ અને ઝારખંડ વચ્ચેની મેચના બીજા દિવસે ઇશાન કિશને શાનદાર બેટિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું. ઈશાને 85 બોલમાં 114 રનની ઈનિંગ રમી હતી. ઇશાને આ ઇનિંગમાં બે શાનદાર સિક્સર પણ ફટકારી હતી. આ સાથે તેણે બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમમાં સ્થાન મેળવવા માટે દાવો કર્યો છે. જોકે ઈશાનને હજુ ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ અજાયબીઓ કરવા પડશે.


  • Follow us on: