- ઓલિમ્પિકમાં રેસલર વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી
- ફાઈનલ મેચ પહેલા વજન વધી જતા ગેરલાયક ઠેરવવામાં આવી હતી
- વિનેશ ફોગાટે મેડિકલ ઓફિસર દિનશા પારડીવાલાનો માન્યો આભાર
આ વખતે પેરિસ ઓલિમ્પિક ઘણા વિવાદો જોવા મળ્યા હતા, પરંતુ ભારતીય બોક્સર વિનેશ ફોગાટનો કિસ્સો સામે આવ્યો હતો. શાનદાર પ્રદર્શન સાથે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચનાર ફોગાટને ફાઇનલ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે તેનું વજન 50 કિલોથી 100 ગ્રામ વધુ હતું. તેને નિયમ મુજબ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે તેની સામે અપીલ પણ કરી હતી પરંતુ નિર્ણય તેના પક્ષમાં આવ્યો ન હતો.
વિનેશ સ્વદેશ પરત ફરશે
આ અપીલને લઈને વિનેશ હજુ પેરિસમાં જ હતી. તે આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટે દેશ પરત ફરશે. પરંતુ, આ પહેલા વિનેશ ફોગાટે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આમાં તેણે પોતાની કારકિર્દી સહિત અનેક મુદ્દાઓ અને વ્યક્તિત્વ વિશે વાત કરી છે. આમાં એક નામ દિનશા પારડીવાલાનું હતું જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ટીમના ચીફ મેડિકલ ઓફિસર હતા. વિનેશે તેના પત્રમાં લખ્યું છે કે મારા માટે અને હું સમજીએ છીએ કે અન્ય ઘણા ભારતીય એથ્લેટ્સ માટે તે માત્ર એક ડૉક્ટર નથી પરંતુ ભગવાન દ્વારા મોકલવામાં આવેલા દેવદૂતની જેમ છે.
દિનશા પારડીવાલાનો માન્યો આભાર
ફોગાટે લખ્યું કે જ્યારે હું ઈજાગ્રસ્ત થયા પછી મારી જાત પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારે તેમના કામ અને ભરોસે મને મારા પગ પર ફરીથી ઊભા રહેવાની હિંમત આપી. તેણે મારા પર ત્રણ વખત (બંને ઘૂંટણ અને એક કોણી પર) ઓપરેશન કર્યું છે અને મને બતાવ્યું છે કે માનવ શરીર શું સહન કરી શકે છે. ફોગાટે વધુમાં કહ્યું કે કામ પ્રત્યેનું તેમનું સમર્પણ, દયા અને પ્રામાણિકતા એવી છે કે જેના પર કોઈ શંકા કરી શકે નહીં, ભગવાન પણ નહીં. હું તેમનો અને તેમની ટીમનો હંમેશા આભારી રહીશ.