• ઇશ્વર પાંડે હવે લિજેન્ડ્સ લીગમાં રમતો જોવા મળશે
  • ગૌતમ ગંભીરની આગેવાનીમાં ઇન્ડિયા કેપિટલ્સ તરફથી રમશે
  • સેહવાગ, ગંભીર, ગેલ સહિત 90 ભૂતપૂર્વ ક્રિકેટરો ભાગ લેશે

ઇશ્વર પાંડે ટૂંક સમયમાં જ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ઇન્ડિયા કેપિટલ્સ તરફથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ઈન્ડિયા કેપિટલ્સે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની બીજી સિઝનની શરૂઆત શુક્રવારે રમાનારી વર્લ્ડ જાયન્ટ્સ અને ભારતીય મહારાજા વચ્ચે ચેરિટી મેચ સાથે થઈ છે. આ સિઝનમાં વીરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર અને ક્રિસ ગેલ સહિત 90 ભૂતપૂર્વ ક્રિકેટરો શુક્રવારે ઈડન ગાર્ડન્સ ખાતે 'ચેરિટી' મેચ સાથે શરૂ થઈ રહેલી 'લેજેન્ડ્સ લીગ ક્રિકેટ'માં ભાગ લેશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

આ લીગમાં ભાગ લેતા પહેલા ઘણા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ યાદીમાં ઈશ્વર પાંડેનું નામ પણ સામેલ છે, પરંતુ નિવૃત્તિની જાહેરાત બાદ તેણે ધોની પર તેની કારકિર્દીને લઈને મોટા આરોપો લગાવ્યા હતા. ઈશ્વર પાંડેનું માનવું છે કે જો એમએસ ધોનીએ તેને તક આપી હોત તો તે દેશ માટે સારું કરી શક્યો હોત.


ગંભીરની આગેવાનીમાં રમશે

ઇશ્વર પાંડે ટૂંક સમયમાં જ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળની ઇન્ડિયા કેપિટલ્સ તરફથી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમતા જોવા મળશે. ઈન્ડિયા કેપિટલ્સે ઈન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

ધોની અંગે કહી હતી આ વાત

33 વર્ષીય ઇશ્વર પાંડે, જેણે સોમવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, તેણે 25 IPL મેચોમાં 18 વિકેટ અને 75 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 263 વિકેટ લીધી હતી. તેના આધારે તેને 2014માં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી. તે સમયે એમએસ ધોની ટીમના કેપ્ટન હતા, પરંતુ ઈશ્વર પાંડેને તક મળી ન હતી. આ અંગે પાંડેએ ખુલાસો કર્યો કે જો ધોનીએ તેના પર થોડો વધુ વિશ્વાસ બતાવ્યો હોત અને કદાચ તેને થોડી તક આપી હોત તો તેની કારકિર્દી અલગ હોત.


સેહવાગ-ગંભીર-હરભજન-ઈરફાન પણ લીગમાં રમશે

સેહવાગ ગુજરાત જાયન્ટ્સ ટીમનું નેતૃત્વ કરશે જે શનિવારે લીગની શરૂઆતની મેચમાં ગૌતમ ગંભીરની ઇન્ડિયા કેપિટલ્સ સામે ટકરાશે. ચાર ટીમોની ટુર્નામેન્ટમાં હરભજન સિંહ મણિપાલ ટાઈગર્સનું નેતૃત્વ કરશે જ્યારે ઈરફાન પઠાણ ભીલવાડા કિંગ્સનું નેતૃત્વ કરશે. લીગમાં તમામ અમ્પાયરો મહિલા હશે. ટૂર્નામેન્ટની પ્રથમ સિઝન આ વર્ષની શરૂઆતમાં મસ્કતમાં યોજાઈ હતી.

  • Follow us on: