• ધોની અને સાક્ષી વચ્ચે થઇ રમુજી ઝપાઝપી
  • MS ધોનીનો પત્ની સાક્ષી સાથેનો વીડિયો થયો વાયરલ
  • ધોનીએ પત્નીને કરી મીઠી ટકોર, સાક્ષીએ આપ્યો ક્યુટ જવાબ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન MS ધોનીએ સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે. માહી અને તેની પત્ની સાક્ષીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આમાં ધોની અને સાક્ષી વચ્ચે રમુજી રીતે ઝપાઝપી થઈ છે.

ધોની સોશિયલ મીડિયાથી રહે છે દૂર

ટીમ ઈન્ડિયાને બે ICC વર્લ્ડકપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના જીવનને ખૂબ જ અંગત રાખે છે. તે ન તો સોશિયલ મીડિયા પર છે અને ન તો તે મીડિયાની સામે વધારે આવે છે. પરંતુ તેનાથી વિપરિત તેની પત્ની સાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ

સાક્ષી સોશિયલ મીડિયા પર ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. તે તેના ફોલોઅર્સ વધારવા માટે કંઈ પણ કરી શકે છે. આ વાત ખુદ ધોનીએ કહી છે. વાસ્તવમાં ધોની અને સાક્ષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


ધોની અને સાક્ષીનો વીડિયો વાયરલ

આ વીડિયોમાં ધોની અને સાક્ષી વચ્ચે રમુજી રીતે ઝપાઝપી થઈ રહી છે. આ દરમિયાન વીડિયોમાં આજુબાજુ ઘણા લોકો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ધોની કહેતો જોવા મળી રહ્યો છે કે સાક્ષી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધારવા માટે આ બધું કરી રહી છે. જ્યારે સાક્ષી પણ આ મામલે પોતાનો પક્ષ રાખતા ધોની સાથે ટકોર કરે છે. સાક્ષી કહે છે કે તમારા ચાહકો પણ મને તમારા જેટલો જ પ્રેમ કરે છે. આ સાંભળીને ધોની અને અન્ય લોકો પણ હસવા લાગે છે.

યુઝર્સે કહ્યું-ફોલોઅર્સ વધારવા ધોનીનો સહારો લઈ રહી છે

ધોની પહેલા વીડિયોમાં કહે છે, 'તે પોતાના ફોલોઅર્સ વધારવા માટે ઈન્સ્ટાગ્રામ પર આવું કરે છે.' આના પર સાક્ષી કહે છે, 'તમારા ફોલોઅર્સ પણ મને પ્રેમ કરે છે. હું તારો ભાગ છું બેબી, સ્વીટી.' આ વીડિયો ધોનીના ફેન પેજ પરથી પણ શેર કરવામાં આવ્યો હતો. તેના પર યુઝર્સ દ્વારા વિવિધ પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે. કેટલાકે કહ્યું કે સાક્ષી ફોલોઅર્સ વધારવા માટે ધોનીનો ઉપયોગ કરી રહી છે.


ધોનીએ બે વર્ષ પહેલા નિવૃત્તિ લીધી હતી

15 ઓગસ્ટ 2020ના રોજ ધોનીએ સ્વતંત્રતા દિવસના અવસર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોની બરાબર સાંજે 7.29 વાગ્યે નિવૃત્ત થયો હતો. જોકે ધોની હજુ પણ IPLમાં રમી રહ્યો છે.

ધોનીનું શાનદાર ક્રિકેટ કરિયર

ધોનીએ 350 વનડે, 98 T20 ઈન્ટરનેશનલ અને 90 ટેસ્ટ મેચમાં 17,266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી. MS ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ ICC ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આ સાથે જ તેણે CSKને IPLમાં ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોની IPL 2023માં CSKની કેપ્ટન્સી પણ કરતો જોવા મળશે.

  • Follow us on: