• શ્રીલંકાએ 15 સભ્યની ટીમ જાહેર કરી, બે ખેલાડીઓ સ્ટેન્ડ બાય
  • ટીમમાં ઈજાગ્રસ્ત ચમીરા અને કુમારાનો સમાવેશ
  • ફિટનેસના આધારે T20 વર્લ્ડકપમાં રમવા દેવાશે

શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા ખાતે આગામી મહિને રમાનારા T20 વર્લ્ડકપ માટે પોતાના 15 સભ્યની ટીમ જાહેર કરી છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જેમનું ટૂર્નામેન્ટમાં રમવું તેમની ફિટનેસ ઉપર મદાર રાખશે. 2014ની ચેમ્પિયન શ્રીલંકાએ દુશમંથા ચમીરા તથા લાહિરુ કુમારાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ મેનેજમેન્ટ તેમની ફિટનેસ અંગે નિશ્ચિત નથી. સ્ટેન્ડબાયમાં રહેલા અશેન બંદારા અને પ્રવીણ જયવિક્રમા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે. એશિયા કપમાં ચેમ્પિયન બનેલી ટીમના મોટાભાગના ખેલાડીઓને ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

શ્રીલંકન વર્લ્ડકપ ટીમ:

દાસુન શનાકા (કેપ્ટન), ધનુષ્કા ગુનાથિલાકા, પાથુમ નિશાન્કા, કુશલ મેન્ડિસ, ચરિત અસાલંકા, ભાનુકા રાજપક્સે, ધનંજય ડી સિલ્વા, વાનિન્દું હસરંગા, મહેશ થિકશના, જેફરી વાન્ડર્સે, ચમિકા કરુણારત્ને, દિલશાન મદુશંકા, પ્રમોદ મદુશન, દુષ્મંથા ચમીરા અને લાહિરુ કુમારા (ફિડનેસના આધારે).

  • Follow us on: