- ટેકનિકલ કારણોસર કાનપુર એરપોર્ટ પર વિમાન રોકવામાં આવ્યું
- કાનપુરથી ઇન્દોર જઇ રહ્યું હતું ઇન્ડિગો વિમાન
- ટેક ઓફ પહેલાં જ વિમાનનું એન્જિન ફેઇલ થયું હતું
કાનપુરથી ઇન્દોર જઇ રહેલી ઇન્ડિગો વિમાનને ટેકનિકલ કારણોસર કાનપુર એરપોર્ટ ઉપર જ રોકવામાં આવ્યું હતું. એરલાઇન્સે ત્યારબાદ બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. ટેક ઓફ પહેલાં જ વિમાનનું એન્જિન ફેઇલ થયું હતું. વિમાન રન-વે સુધી પહોંચી ગયું હતું અને ટેક ઓફ માટે તૈયાર જ હતું. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ઘટના બાદ એરપોર્ટમાં પરિસ્થિતિ વણસી હતી.














