- અન્ય T20 લીગમાં રમવા કોન્ટ્રાક્ટ સ્વીકારવાનો ઇનકાર
- બાઉલ્ટ-ગ્રાન્ડહોમી પણ કોન્ટ્રાક્ટ નકારી ચૂક્યા છે
- બ્લેર ટિકરે પણ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો
આગામી મહિને રમાનારા T20 વર્લ્ડકપ પહેલાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટને મોટો ફટકો પડયો છે. ટીમના શાનદાર ઓલરાઉન્ડર જિમી નિશામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને નકારી નાખ્યો છે. તેની સાથે પેસ બોલર બ્લેર ટિકરે પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો છે. નિશામ અને ટિકર બન્ને સિનિયર ખેલાડી ટ્રેન્ટ બાઉલ્ટ અને કોલિન ડી ગ્રાન્ડહોમીની ખોટ પૂરી કરતા હતા. બાઉલ્ટે પરિવાર સાથે વધારે સમય ગાળવા માટે તથા વિશ્વભરની T20 લીગ રમવા ચાલુ વર્ષની શરૂઆતમાં કોન્ટ્રાક્ટને રદ કર્યો હતો. ગ્રાન્ડહોમીએ એડિલેડ સ્ટ્રાઇકર્સ દ્વારા બિગ બેશ લીગ ડ્રાફ્ટમાં સામેલ થયા બાદ તરત જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.














