ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મનોજ તિવારીએ મહેન્દ્ર સિંહ ધોની પર નિશાન સાધ્યું છે. પોતાના ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકાર્યા બાદ પણ તેને આગામી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી તે ખૂબ જ દુખી હતો. આ પછી, તેણે આઠ મહિના પછી ભારત માટે તેની આગામી મેચ રમી.


ધોની પર સાધ્યું નિશાન

મનોજ તિવારીએ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ દરમિયાન તેણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાની વાત કરી હતી. તેણે કહ્યું, “આ બધું ઘણા સમય પહેલા થયું હતું. હવે આ ભૂતકાળની વાત બની ગઈ છે. પણ હા, હું દુ:ખી છું. જો હું એમ કહું કે હું આનાથી દુ:ખી નથી તો તે ખોટું હશે. પણ આપણે શું કરી શકીએ? આ જીવન છે અને આપણે આગળ વધવાનું છે. જો હું ક્યારેય મારી આત્મકથા લખીશ અથવા મારું પોડકાસ્ટ શરૂ કરીશ, તો હું આ બધું ખુલ્લેઆમ શેર કરીશ. પરંતુ તે સરળ ન હતું. જ્યારે કોઈ ખેલાડી તેની ટોચ પર હોય છે અને ડ્રોપ થાય છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. તેનાથી તમારી માનસિકતા પણ બદલાય છે.


'છોટા દાદા' તરીકે ઓળખાય છે તિવારી

મનોજ તિવારીએ 2008 થી 2015 વચ્ચે ભારત માટે 12 ODI અને ત્રણ ટેસ્ટ મેચ રમી છે. સ્થાનિક ક્રિકેટમાં તેમના શ્રેષ્ઠ રેકોર્ડ માટે તેમને બંગાળ ક્રિકેટમાં છોટા દાદા કહેવામાં આવે છે. તેણે ઓસ્ટ્રેલિયામાં સીબી સિરીઝ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. પોતાની ડેબ્યુ મેચમાં તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે ડિસેમ્બર 2011માં ચેન્નાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારી હતી. આ પછી તે આગામી મેચ જુલાઈ 2012 સુધી રમ્યો ન હતો. આ પછી તે પોતાનું ફોર્મ પાછું મેળવી શક્યો નહીં અને ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો.


આ પહેલા પણ લગાવ્યા હતા ધોની પર આરોપ

આ વર્ષની શરૂઆતમાં મનોજ તિવારીએ કહ્યું હતું કે, “એક દિવસ તે ધોનીને પૂછશે કે 12 વર્ષ પહેલા જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ રન નહોતા કરી રહ્યા, ત્યારે તેને જ ટીમમાંથી કેમ બહાર કરવામાં આવ્યો હતો.


  • Follow us on: