• યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી
  • જયસ્વાલે એક ખાસ બાબતમાં કેન વિલિયમસનને પાછળ છોડી નંબર વન બન્યો
  • યશસ્વી જયસ્વાલે વર્ષ 2024માં 463 ટેસ્ટ રન બનાવ્યા

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની ત્રીજી ટેસ્ટ સદી છે. તેના કારણે જ ટીમ ઈન્ડિયા ત્રીજી ટેસ્ટ મેચમાં ડ્રાઈવિંગ સીટ પર પહોંચી છે. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમની કુલ લીડ 322 રન થઈ ગઈ છે. ભારતીય ટીમે બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા છે. મેચમાં સદી ફટકાર્યા બાદ જયસ્વાલે એક ખાસ બાબતમાં કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે.

યશસ્વી જયસ્વાલે વિલિયમસનને પાછળ છોડ્યો

યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગમાં 104 રન બનાવ્યા હતા. તેણે માત્ર 122 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે પ્રથમ 35 રન બનાવવા માટે 73 બોલનો સામનો કર્યો હતો. આ પછી તેણે આગળના 65 રન માત્ર 49 બોલમાં બનાવ્યા. પરંતુ પીઠની સમસ્યાને કારણે તે રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. 104 રનની ઇનિંગ રમ્યા બાદ તે વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે. યશસ્વી જયસ્વાલે વર્ષ 2024માં 463 ટેસ્ટ રન બનાવ્યા છે. જ્યારે વિલિયમસને 403 ટેસ્ટ રન બનાવ્યા છે.

વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન

  • યશસ્વી જયસ્વાલ- 463 રન
  • કેન વિલિયમસન- 403 રન
  • રચિન રવિન્દ્ર- 301 રન
  • રોહિત શર્મા- 295 રન
  • ડેવિડ વેડિંગહામ- 291 રન

ભારત માટે ઘણી સદી ફટકારી

યશસ્વી જયસ્વાલ હજુ માત્ર 22 વર્ષનો છે. તેણે વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં એક મહત્વપૂર્ણ કડી બની ગયો છે. તેણે ભારત માટે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચમાં 751 રન બનાવ્યા છે જેમાં ત્રણ સદી સામેલ છે. તેણે ભારત માટે 17 T20I મેચોમાં 502 રન બનાવ્યા છે.

IPLમાં દમ બતાવ્યો

યશસ્વી જયસ્વાલે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. તેણે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તેણે IPL 2023ની 14 મેચમાં 625 રન બનાવ્યા હતા. જ્યારે IPL 2022માં તે 258 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

  • Follow us on: