ભારતે કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું અને બે મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી. ટીમ ઈન્ડિયાને 95 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને રોહિત એન્ડ કંપનીએ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કાનપુર ટેસ્ટમાં 5માં દિવસની શરૂઆત સાથે જ ભારતીય બોલરોએ વિકેટો ઝડપી લીધી હતી.


રવિન્દ્ર જાડેજાએ આવતાની સાથે જ 3 વિકેટ ઝડપી હતી જ્યારે અશ્વિને પણ 2 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ દરમિયાન ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે મેહદી હસન મિરાજને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ વિકેટ સાથે, બુમરાહ ન્યૂઝીલેન્ડના બોલર ટિમ સાઉથીને પાછળ છોડીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો 7મો બોલર બન્યો. WTCમાં બુમરાહના નામે હવે 120 વિકેટ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

  • નાથન લાયન (ઓસ્ટ્રેલિયા)- 187
  • રવિચંદ્રન અશ્વિન (ભારત)- 183*
  • પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 175
  • મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)- 147
  • સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ)- 134
  • કાગીસો રબાડા (સાઉથ આફ્રિકા)- 123
  • જસપ્રીત બુમરાહ (ભારત)- 120

મેહદી હસન મિરાજને પેવેલિયનનો રસ્તો બતાવ્યાના થોડા સમય પછી, બુમરાહે તૈજુલ ઈસ્લામને શૂન્ય પર આઉટ કર્યો અને પછી મુશફિકુર રહીમના સ્ટમ્પ ઉખાડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે 10 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી અને આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પ્રભાત જયસૂર્યાના સ્તરે પહોંચી ગયો. આ બંનેએ 7 મેચની 14-14 ઇનિંગ્સમાં 38-38 વિકેટ લીધી છે.

વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરો

  • પ્રભાત જયસૂર્યા- 38
  • જસપ્રીત બુમરાહ- 38
  • આર અશ્વિન- 37
  • ગુસ એટકિન્સન- 34
  • શોએબ બશીર- 32
  • જોશ હેઝલવુડ- 29

બુમરાહના ડેબ્યૂ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટ

  • જસપ્રીત બુમરાહ: 408
  • આર અશ્વિન: 408

2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ

  • 53 - જસપ્રીત બુમરાહ (22 ઇનિંગ્સ)
  • 46 - એહસાન ખાન (26 ઇનિંગ્સ)
  • 44 - જોશ હેઝલવુડ (23 ઇનિંગ્સ)
  • 43 – વાનિન્દુ હસરંગા (20 ઇનિંગ્સ)
  • 41 - એડમ ઝમ્પા (25 ઇનિંગ્સ)

  • Follow us on: