• બુમરાહે કેટલાક ઘણીવાર કેપ્ટન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે
  • બુમરાહનું માનવું છે કે ફાસ્ટ બોલર પણ સારા કેપ્ટન બની શકે છે
  • પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ બુમરાહને કેપ્ટનસી અંગે આપી સલાહ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કેટલાક અવસર પર કેપ્ટન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેનું માનવું છે કે ફાસ્ટ બોલર પણ સારા કેપ્ટન બની શકે છે પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ આ મુદ્દે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે બુમરાહની તુલના બાબર આઝમ સાથે કરી છે. બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જસપ્રિત બુમરાહે કેપ્ટનશિપ પાછળ ન દોડવું જોઈએ. બાસિત અલીએ સલાહ આપી કે તેણે માત્ર પોતાની બોલિંગ પર ધ્યાન આપવું જોઈએ.

શું કહ્યું બાસિત અલીએ?

બાસિત અલીએ કહ્યું, 'બુમરાહને પણ બાબર આઝમની જેમ કેપ્ટન્સી પસંદ છે. મારા દૃષ્ટિકોણથી, તેણે કેપ્ટનશિપની પાછળ દોડવું જોઈએ નહીં. તે વર્લ્ડ ક્લાસ બોલર છે અને તેણે માત્ર બોલિંગ પર ધ્યાન આપવું જોઈએ. બુમરાહે કપિલ દેવ અને ઈમરાન ખાનનું ઉદાહરણ આપ્યું પરંતુ તે ઓલરાઉન્ડર હતા, તેથી જ તે સારા કેપ્ટન બની શક્યા. જ્યારે તે બોલર તરીકે ટીમમાં જોડાયો ત્યારે તે કેપ્ટન ન હતા. બોલર અને ઓલરાઉન્ડર વચ્ચે આ એકમાત્ર કનેક્શન છે.

ફાસ્ટ બોલર પણ અદ્ભુત કેપ્ટન રહ્યા છે

બાસિત અલી કહે છે કે ઓલરાઉન્ડર અને ઝડપી બોલરો સારા કેપ્ટન સાબિત થાય છે તે ખૂબ જ વિચિત્ર છે. વસીમ અકરમ, શોન પોલોક, કર્ટની વોલ્શ, બોબ વિલીસ, વકાર યુનિસ, હીથ સ્ટ્રીક જેવા ખેલાડીઓએ ફાસ્ટ બોલર હોવા છતાં પોતપોતાની ટીમનું સુકાન સંભાળ્યું છે. બુમરાહની ફિટનેસ તેના કેપ્ટન બનવામાં મોટો અવરોધ છે.

બુમરાહને મોટાભાગે મોટી સિરીઝ બાદ આરામ આપવામાં આવે છે અને કેપ્ટન તરીકે તેને કદાચ વધારે આરામ ન મળે. બુમરાહમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. તે એક ઉત્તમ રણનીતિકાર અને મેચ વિનર છે. બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી છે અને આયર્લેન્ડ સામેની T20 સિરીઝમાં પણ કેપ્ટન બન્યો હતો જેમાં ટીમ ઈન્ડિયા જીતી હતી.


  • Follow us on: