• ઑફ-સ્પિનર ​​જોએન હિક્સનીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
  • હિક્સે માત્ર 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી
  • 49 વર્ષની ઉંમરે T20Iમાં આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી

એક તરફ 35 વર્ષની ઉંમર પછી ખેલાડીઓનીક્રિકેટ કારકિર્દી લગભગ સમાપ્ત માનવામાં આવે છે અને તેમની ઉંમર પર સતત પ્રશ્નો ઉભા થાય છે, તો બીજી તરફ, એક બોલર છે જેણે 49 વર્ષની ઉંમરે ટીમને જીત અપાવી પણ તેણે વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ઑફ-સ્પિનર ​​જોએન હિક્સની, જે આઈલ ઑફ મેન તરફથી રમે છે. 18મી ઓગસ્ટે માલ્ટા સામે આઈલ ઓફ મેને એવી શાનદાર બોલિંગ કરી કે દુનિયા જોતી રહી.

49 વર્ષીય ક્રિકેટરનો કમાલ

હિક્સે માર્સામાં રમાયેલી મેચમાં માલ્ટા સામે માત્ર 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. હિક્સે ત્રણ બેટ્સમેનને પોતાનું ખાતું પણ ખોલવા દીધું ન હતું અને એટલું જ નહીં તેના બોલ પર એક પણ બાઉન્ડ્રી વાગી ન હતી. હિક્સે ન માત્ર બોલિંગ દ્વારા પોતાની તાકાત બતાવી, આ સિવાય તેણે બે બેટ્સમેનોને રનઆઉટ પણ કર્યા હતા. મતલબ માલ્ટામાં હિક્સે 7 વિકેટ લીધી હતી. આ મેચની વાત કરીએ તો માલ્ટાની ટીમ માત્ર 50 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને જવાબમાં આઈલ ઓફ મેનની ટીમે માત્ર 4.2 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આઈલ ઓફ મેન ટીમ 9 વિકેટે જીતી હતી.

હિક્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

ઓફ સ્પિનર ​​હિક્સે 49 વર્ષની ઉંમરે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લઈને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ ઝડપનાર સૌથી મોટી ઉંમરની ક્રિકેટર બની ગઈ છે. આ ચમત્કાર પુરુષ અને મહિલા ક્રિકેટમાં પહેલીવાર જોવા મળ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રિયન બોલર મલ્લિકાના નામે હતો, જેણે 41 વર્ષની ઉંમરમાં સ્પેન વિરુદ્ધ T20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. હિક્સના ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો આ ખેલાડીએ અત્યાર સુધી 16 મેચમાં 18 વિકેટ ઝડપી છે, તેનો ઈકોનોમી રેટ માત્ર 3.96 રન પ્રતિ ઓવર છે.

  • Follow us on: