- BCCI ના સેક્રેટરી જય શાહે પહેલી વખત પ્રતિક્રિયા આપી
- જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ રમાશે
- પહેલી વખત જય શાહે વર્લ્ડ કપ ફાઈનલ પર આપી પ્રતિક્રિયા
આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તમામ ટીમો દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી રહ્યું છે. જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. જેના માટે ભારતીય ટીમના કેપ્ટન અંગે BCCI ના સેક્રેટરી જય શાહે પહેલી વખત પ્રતિક્રિયા આપતાં કેપ્ટનનું નામ જણાવ્યું છે.
લાંબા સમયથી ભારતીય ક્રિકેટ રસિકો માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કોણ કરશે? રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સુકાનીપદ માટે દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે આ વાતનો ખુલાસો કર્યો છે. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જય શાહે સ્પષ્ટ કર્યું છે કે આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં રહેશે. તેમજ હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન રહેશે.













