પાકિસ્તાન સામે 3 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમ મુલતાનમાં પ્રથમ મેચ રમી રહી છે. મુલતાનમાં રમાઈ રહેલી મેચમાં જો રૂટે એલિસ્ટર કૂકનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. એલિસ્ટર કૂકે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં એલિસ્ટર કૂકનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં રૂટ શાનદાર બેટિંગ કરી રહ્યો છે.
રૂટ વિશ્વનો 5મો બેટ્સમેન બન્યો
રૂટ હવે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વનો પાંચમો બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેણે 15921 રન બનાવ્યા હતા. બીજા સ્થાન પર રિકી પોન્ટિંગ છે, જેણે 13378 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર જેક કાલિસ છે, જેણે 13289 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડનું નામ ચોથા સ્થાન પર છે. તેણે 13288 રન બનાવ્યા હતા. હવે જો રૂટે 12,472 રન બનાવીને પાંચમું સ્થાન મેળવી લીધું છે.
જો કે રૂટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં કૂકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કુકના નામે ટેસ્ટમાં 12472 રન છે.
આ મેચની સ્થિતિ
મુલતાનમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 ઓવરમાં 556 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે. પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીકે 102 બોલમાં 184 રન બનાવ્યા હતા, જ્યારે શાન મસૂદે પણ કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી અને પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 177 બોલમાં 151 રન બનાવ્યા હતા. આ સિવાય સલમાન અલી આગાએ પણ 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.