- દેશના મોટા ગૃપની માલિક અને કલાનિધિ મારનની દીકરીની ચર્ચા આખા દેશમાં
- કાવ્યા મારનની સંપત્તિ અધધ 400 કરોડથી પણ વધુ
- કાવ્યાનો સંબંધ રાજકીય પરિવાર સાથે
આઈપીએલ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને આકરી હાર આપી છે. સ્ટેન્ડમાં હાજર એસઆરએચ સીઈઓ કાવ્યા મારનની આંખોમાં આંસુ નીકળી પડ્યાં. કાવ્યા સન ગૃપની માલિક કલાનિધિ મારનની દીકરી છે, જેની દેશના સૌથી ધનિક લોકોમાં ગણના થાય છે. આઈપીએલ-2024ની 17મી સિઝન સમાપ્ત થઈ ચુકી છે. અને કાવ્યા મારનની ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદને હરાવી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે 26મેના રોજ ટ્રોફી પર કબ્જો કરી દીધો છે. આઈપીએલ ફાઈનલ બાદ સીઈઓ કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહી છે.
કાવ્યા મારનની ટીમની હાર પછી તે નિરાશ જોવા મળી અને આંખોમાં આંસુ સાથે નજરે પડી. તો બીજી જ ક્ષણે તાળિયો પાડી પોતાની ટીમને ઉત્સાહ વધારતી જોવા મળી. તો કાવ્યાનો બિઝનેસ અને સંપત્તિ વિશે વધુ જાણો...
કાવ્યાના પિતાની સંપત્તિ કરોડોમાં
સમગ્ર આઈપીએલ સિઝનની મેચમાં કાવ્યા મારનની લાગણી કેમેરામાં જોવા મળી છે. પછી વાત તેમની ટીમના જીતવા પર તેના સ્ટેન્ડસથી ચિયર કરતા નાચતા ગાતા ખુશી દર્શાવતા અથવા ફાઈનલમાં હાર પછી આંખોમાં આંસુ સારવાની ઘટના છતાં તાળીઓ વગાડીને ઉત્સાહ વધારવાની. કાવ્યા મારન દેશની સૌથી ધનિક વ્યકિતઓમાં સામેલ સન ગૃપના માલિક કલાનિધિ મારનની એકમાત્ર દીકરી છે. ફોર્બ્સ અનુસાર તેના પિતાની કુલ સંપત્તિ આશરે 26 હજાર કરોડ રૂપિયા છે.
કાવ્યા મારનની સંપત્તિ અધધ 400 કરોડથી પણ વધુ
જો કાવ્યા મારનની નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદ્રાબાદની માલિક કાવ્યા મારનની કુલ સંપત્તિ આશરે 50 મિલિયન ડોલર અથવા 409 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેને ચેન્નઈના સ્ટેલા મોરિસ કોલેજથી બીકોમની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત ન્યૂયોર્કની એક યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું છે.
કાવ્યાને કરોડોની કાર સંગ્રહનો શોખ
કાવ્યા મારન સન ગૃપની બોર્ડ મેમ્બર છે અને ઓટીટી પ્લેટફોર્મ સન નેક્સટની પ્રમુખ પણ છે. કાવ્યાને ક્રિકેટ જ નહિ પરંતુ કારનો પણ ખૂબ શોખ છે. તેના કાર કલેક્શનમાં એકથી એક મોંઘી અને લક્ઝરી કારનો સમાવેશ થાય છે. આમાં રોલ્સ રોયસ ફેંટમ કામ જેની કિંમત 10 કરોડની આસપાસ તે પણ કાર સંગ્રહમાં સામેલ છે. આ ઉપરાંત તેની પાસે બેંટ, બેટાયગા અને બીએમડબલ્યૂ 760એલઆઈ જેવી મોંઘી કાર પણ છે.
કાવ્યાનો સંબંધ રાજકીય પરિવાર સાથે
સનરાઈઝર્સ હૈદ્રાબાદની માલિક કાવ્યા મારનનું પરિવાર રાજનીતિક લોકોમાં પણ સક્રિય છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનના પૌત્રી છે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનના ભત્રીજી છે. સમગ્ર આઈપીએલ સિઝન દરમિયાન જેટલી ચર્ચામાં તેઓને બિઝનેસ અને તેમનો ઉત્સાહ રહ્યો છે. તેની ચર્ચા તેના સાદા લૂક અને સાદગી પર થતી રહી છે.