• ક્રિકેટર એમ.એસ.ધોનીના નામે 600 રૂપિયાની માંગ કરાઈ
  • તાજેતરમાં સોશિયલ મીડિયામાં ધોનીના નામે પૈસાની માંગણી કરાતા પોસ્ટ વાયરલ
  • મહેન્દ્ર સિંહ ધોની IPL-2024 સારા પ્રદર્શ સાથે રમી રહ્યો છે

ભારતીય ક્રિકેટ ટીમ અને આઈપીએલ ફ્રેચાઈઝી ચેન્નઈ સુપર કિંગના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની ઘણીવાર સોશિયલ મીડિયાથી દૂર રહેતા હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે મહેન્દ્રસિંહ ધોની રાંચીમાં ફસાઈ ગયા છે. તેમને સલામત પરત આવવા 600 રૂપિયાની ખૂબ જરૂર છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટને બે લાખ કરતાં વધુ લોકો જોઈ ચુક્યા છે.

 

લોકો પાસેથી 600 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કેમર્સ લોકોના પૈસાની છેતરપિંડી કરવા માટે મેસેજિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામનો ઉપયોગ કરી રહ્યા છે. તાજેતરની એક ઘટનામાં, એક સ્કેમરે ઇન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિને મેસેજ કર્યો, જેમાં દાવો કર્યો કે તે એમએસ ધોની છે, જે તેના પાકીટ વિના રાંચીમાં ફસાયેલા છે. સ્કેમરે હેન્ડલ “mahi77i2” (ધોનીનું અધિકૃત હેન્ડલ “mahi7781” છે) નો ઉપયોગ કરીને સંદેશ મોકલ્યો કે તેને ઘરે જવા માટે 600 રૂપિયાની જરૂર છે.

મહેન્દ્ર સિંહ ધોની IPL-2024 રમી રહ્યો છે

આ દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોની IPLની 17મી સિઝન રમવામાં વ્યસ્ત છે. તેણે અત્યાર સુધી રમાયેલી 8 મેચની 6 ઇનિંગ્સમાં 91 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 260 રહ્યો છે. ધોનીનો આ સિઝનમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 37 રન છે. ધોની ખૂબ જ ઓછી બેટિંગ કરવા આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને માત્ર થોડા જ બોલ રમવાની તક મળી રહી છે. જોકે, માહી માત્ર થોડા જ બોલમાં મોટા શોટ ફટકારી રહ્યો છે.

  • Follow us on: