• KKR vs RCB મેચ પહેલા રિંકુ સિંહનો કોહલી પાસેથી બેટ માંગતો વિડીયો વાયરલ
  • રિંકુનો તે વીડિયો ઘણો વાયરલ થયો અને ચાહકોએ પણ કરી ઘણી કોમેન્ટસ
  • રિંકુ સિંહ પોતાના ઉદ્દેશ્યમાં સફળ થયો હોય તેવુ દેખાઈ આવ્યું

IPL 2024માં મેચો સિવાય પણ ઘણી રસપ્રદ ઘટનાઓ જોવા મળે છે. તેવી જ રીતે, છેલ્લા કેટલાક સમયથી, કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહ અને વિરાટ કોહલી વચ્ચે બેટની લેવડદેવડને લઈને ઘણી હેડલાઈન્સ આવી રહી છે. હવે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં રિંકુ સિંહ પોતાના ઉદ્દેશ્યમાં સફળ થતો જોવા મળી રહ્યો છે.

રિંકુ સિંહનો ઉદ્દેશ્ય કેવી રીતે સફળ થયો

કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટસમેન રિંકુ સિંહ ઘણો ખુશ છે. આખરે તેને તે બેટ મળી ગયું જેની તે ઘણા સમયથી માંગ કરી રહ્યો હતો. વાસ્તવમાં, 21 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા અને બેંગલુરુ વચ્ચેની મેચ બાદથી રિંકુ ભારતીય ટીમના વરિષ્ઠ ખેલાડી વિરાટ કોહલી પાસેથી સતત નવું બેટ માંગી રહ્યો હતો.કોલકાતામાં બંને ટીમો સામસામે આવી તે પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં રિંકુ કોહલી પાસેથી નવું બેટ માંગતી જોવા મળ્યો હતો.રિંકુએ જણાવ્યું હતું કે કોહલીએ તેને આપેલું અગાઉનું બેટ સ્પિનર ​​સામે રમતી વખતે તૂટી ગયું હતું.

મેચ બાદ પણ રિંકુ કોહલીની પાછળ જતો જોવા મળ્યો હતો.એવું માનવામાં આવી રહ્યું હતું કે તે ફરી એકવાર કોહલી પાસેથી બેટ લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.પરંતુ ડાબોડી ખેલાડી રિંકુની ઈચ્છા હવે પૂરી થઈ ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં તેણે જણાવ્યું કે, તેને વિરાટ કોહલી પાસેથી નવું બેટ મળ્યું છે.

IPL 2024માં રિંકુ સિંહનું પ્રદર્શન

ભલે રિંકુની બેટિંગની દૃષ્ટિએ બહુ સારી સિઝન રહી ન હોય, પરંતુ તેની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તે સમજી શકાય તેવું છે. તેની ભૂમિકા ટીમમાં ફિનિશર તરીકેની છે અને જ્યારે ટોપ-ઓર્ડર સતત પ્રદર્શન કરી રહ્યો છે, ત્યારે રિંકુને બેટિંગ કરવાની વધુ તક મળતી નથી.IPL 2024માં અત્યાર સુધી તેણે 7 મેચ રમી છે જેમાં તેણે માત્ર 107 રન બનાવ્યા છે. આ વખતે તેનો સર્વોચ્ચ સ્કોર 26 રન છે. રિંકુએ અત્યાર સુધીમાં 7 ફોર અને 6 સિક્સર ફટકારી છે.

  • Follow us on: