• કેલ્વિન કિપ્ટમનું રવિવારે થયું નિધન
  • અકસ્માત સમયે કારમાં કોચ અને એક મહિલા યાત્રી પણ હતા સાથે
  • દુર્ઘટના રાતે 11 વાગ્યાની આસપાસ થયા હોવાનું અનુમાન

મેરાથનના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર કેલ્વન કિપ્ટમનું રવિવારે પશ્ચિમી કેન્યામાં એક કાર એક્સીડન્ટમાં નિધન થયું છે. કેલ્વિન કિપ્ટમે 24 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહ્યું છે. તેનાથી તમામ લોકોને ઝટકો લાગ્યો છે. એક રિપોર્ટ અનુસાર કેલ્વિન કિપ્ટમની કારમાં તેમના કોચ અને અન્ય એક મહિલા યાત્રી પણ સવાર હતા.

આ દિગ્ગજ ખેલાડીએ દુનિયાને કહ્યું અલવિદા

કેલ્વિન કિપ્ટમના કોચ ગેરવાઈસ હાકિજિમાનાનું પણ કાર એક્સીડન્ટમાં નિધન થયું છે. આ એક્સીડન્ટ સમયે કારમાં સાથે બેઠેલી મહિલા યાત્રી હાલમાં ઈજાગ્રસ્ત હોવાના સમાચાર આવી રહ્યા છે. આ તમામ લોકો શનિવારે રાતે 11 વાગે પશ્ચિમી કેન્યામાં કપ્ટાગેટથી એલ્ડોરેટ જઈ રહ્યા હતા. આ સમયે કાર પલટી ગઈ હતી. મળતી માહિતિ અનુસાર આ ઘટના રાતે 11 વાગ્યાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2 લોકોના મોત થયા તો એકને હોસ્પિટલ લઈ જવાયા હતા.

કાર કંટ્રોલથી બહાર થઈ

મળી રહેલી માહિતી અનુસાર કેલ્વિન કિપ્ટમ કપ્ટાગેટથી એલ્ડોરેટની તરફ જઈ રહી હતી અને આ સમયે તેમની કાર કંટ્રોલ ગુમાવીને પલટી ખાઈ ગઈ હતી. તેનાથી કિપ્ટમ અને તેના કોચ બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કિપ્ટમે 2 કલાક 35 સેકંડ સુધી વર્લ્ડ રેકોર્ડ સમયમાં શિકાગો મેરાથોન જીતી હતી.

ખેલાડીના મોતથી માહોલ ગમગીન

વર્લ્ડ એથલેટિક્સના અધ્યક્ષ સેબેસ્ટિયન કોએએ કહ્યું કે કેલ્વિન કિપ્ટમ અને તમના કોચ ગેરવાઈસ હાકિજિમાનાના નિધનને વિશે જાણીને દુઃખી છીએ. વર્લ્ડ એથ્લેટિક્સની તરફથી અમે તેમના પરિવારો, મિત્રો, સાથી ખેલાડીઓ અને કેન્યા રાષ્ટ્ર પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે તેમને મિસ કરીશું. વાર્ષિક શિકાગો મેરેથોનની 45મી આવૃત્તિમાં યુએસના તમામ રાજ્યો અને 100 થી વધુ દેશોમાંથી લગભગ 49,000 વ્યાવસાયિક અને કલાપ્રેમી દોડવીરોએ ભાગ લીધો હતો. રેસ ગ્રાન્ટ પાર્કમાં શરૂ થાય છે અને સમાપ્ત થાય છે, અને સમગ્ર શહેરમાં 29 પડોશમાંથી પસાર થાય છે. નેધરલેન્ડની સિફાન હસને 2:13:44માં મહિલા રેસ જીતી, મેરેથોનના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી મહિલા સમય અને શિકાગો કોર્સનો રેકોર્ડ. 1977માં સૌપ્રથમ આયોજિત, શિકાગો મેરેથોન પાંચ વિશ્વ વિક્રમો, અનેક રાષ્ટ્રીય વિક્રમો અને અસંખ્ય વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ માટેનું મંચ છે. 

  • Follow us on: