• સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે
  • જ્યાં તે યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે
  • પ્રથમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર રમાઈ રહી છે

સાઉથ આફ્રિકાની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે જ્યાં તે યજમાન ટીમ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. બંને ટીમો વચ્ચે સિરીઝની પ્રથમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર રમાઈ રહી છે, ચોથા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાની ટીમે 154 રનની લીડ મેળવી લીધી હતી. આ મેચના ચોથા દિવસે આફ્રિકન ટીમના બોલર કેશવ મહારાજનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું જેમાં તેણે 4 વિકેટ ઝડપી, આ સાથે તે એક ખાસ સિદ્ધિ મેળવવામાં પણ સફળ રહ્યો.

કેશવ મહારાજે રચ્યો ઈતિહાસ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રિનિદાદ ટેસ્ટ મેચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ માટે કેશવ મહારાજે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે યજમાન ટીમની પ્રથમ ઈનિંગમાં 233 રનમાં ઓલઆઉટ કરવમાં મહત્ત્વની ભુમિકા ભજવી હતી. જ્યારે કેશવે તેની 40 ઓવરની બોલિંગમાં 15 ઓવર મેઇડન્સ ફેંકી હતી, તેણે 76 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે કેશવ મહારાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પણ પૂરી કરી છે અને તે આવું કરનાર સાઉથ આફ્રિકાનો બીજો સ્પિન બોલર બની ગયો છે. તેમના પહેલા ઈમરાન તાહિરે આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. ઇમરાને ત્રણેય ફોર્મેટ સહિત તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 291 વિકેટ લીધી છે.

પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની સ્થિતિ મજબૂત

જો આપણે ત્રિનિદાદ ટેસ્ટ મેચની વાત કરીએ તો વરસાદના કારણે તેમાં વધુ ખલેલ પડી છે. જ્યારે ચોથા દિવસની રમત સમાપ્ત થઈ, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો પ્રથમ દાવ 233 રનના સ્કોર સુધી મર્યાદિત હતો, ત્યારે સાઉથ આફ્રિકાની ટીમે તેની બીજી ઈનિંગમાં 5 ઓવરમાં કોઈપણ નુકસાન વિના 30 રન બનાવી લીધા હતા. આ મેચની પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમે 357 રન બનાવ્યા હતા.

  • Follow us on: