• IPL 2024ની ફાઈનલ મેચમાં KKRએ SRH સામે શાનદાર જીત નોંધાવી
  • KKR એ 57 બોલ બાકી રહેતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી
  • KKRના ખેલાડી આન્દ્રે રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું

ચેન્નાઈમાં રમાયેલી IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર જીત નોંધાવી હતી. KKR એ 57 બોલ બાકી રહેતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં KKRના બોલર આન્દ્રે રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2.3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

રસેલે ચટકાવી 3 વિકેટ

રસેલે એડન માર્કરામને 20, અબ્દુલ સમદને 4 અને પેટ કમિન્સને 24 રનમાં પેવેલિયન ભેગા કર્યા હતા. આન્દ્રેની શાનદાર બોલિંગ સામે સનરાઇઝર્સની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રન જ બનાવી શકી હતી. જે KKRએ માત્ર 10.3 ઓવરમાં જીતી લીધું હતું. આન્દ્રે રસેલ આ જીત બાદ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે પોતાના આંસુ રોકી ન શક્યો.

પ્રેઝેન્ટેટરોએ રસેલ સાથે કરી વાત

જ્યારે પ્રેઝેન્ટેટરોએ રસેલને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો તો તે રડવા લાગ્યો. તેણે કહ્યું- મારી પાસે આ જીતની લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તેનો અર્થ મારા માટે ઘણો ખાસ છે. અમે બધા ખૂબ જ શિસ્તબદ્ધ હતા અને એક લક્ષ્ય તરફ કામ કરતા હતા. આ ફ્રેન્ચાઇઝીએ મારા માટે ઘણું કર્યું છે. આ અમારા બધા તરફથી તેમના માટે એક મોટી ભેટ છે.


  • Follow us on: