• સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી IPL 2024માં શાનદાર ફોર્મમાં છે
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે
  • ટીમ તેની આઠમાંથી સાત મેચ હારી છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી IPL 2024માં શાનદાર ફોર્મમાં છે. પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટીમ તેની આઠમાંથી સાત મેચ હારી છે. છેલ્લી કેટલીક મેચોમાં વિરાટ કોહલીના બેટમાંથી રન નીકળ્યા નથી. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં વિરાટ કોહલી ખૂબ જ વહેલો પેવેલિયન પરત ફર્યો હતો પરંતુ તેની ટૂંકી ઈનિંગ દરમિયાન તેણે એક મોટી સિદ્ધિ મેળવી છે.

મિચેલ સ્ટાર્કની ઓવરમાં ઇનિંગની બીજી સિક્સ ફટકારી

IPL 2024માં સદી ફટકારનાર વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા આપવામાં આવેલા 223 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે શાનદાર શરૂઆત કરી હતી. તેણે પ્રથમ બે ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા અને તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે મિચેલ સ્ટાર્કની ઓવરમાં ઇનિંગની બીજી સિક્સ ફટકારી અને આ સાથે તે IPLમાં ટીમ માટે 250 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી બન્યો.

વિરાટ કોહલી પછી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેણે RCB માટે 239 સિક્સર ફટકારી

વિરાટ કોહલી પછી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેણે RCB માટે 239 સિક્સર ફટકારી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે પણ IPLમાં RCB ટીમ માટે 238 સિક્સર ફટકારી છે. કોહલી IPLમાં 250 સિક્સર મારનાર ચોથો અને બીજો ભારતીય પણ બન્યો. IPLમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, તેણે 357 સિક્સર ફટકારી છે. રોહિત બીજા સ્થાને છે, તેણે 275 છગ્ગા ફટકાર્યા છે. એબી ડી વિલિયર્સ આઈપીએલમાં 251 છગ્ગા સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.

IPLમાં ટીમ માટે સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન

1. વિરાટ કોહલી- 250 (RCB)

2. ક્રિસ ગેલ - 239 (RCB)

3. એબી ડી વિલિયર્સ - 238 (RCB)

4. રોહિત શર્મા- 224 (MI)

5. કિરોન પોલાર્ડ- 223 (MI)

  • Follow us on: