- IPL 2024ના પ્રથમ ક્વોલિફાયરમાં SRH ઓલઆઉટ થયુ
- રાહુલ ત્રિપાઠી પોતાની ભુલના લીધે થયો આઉટ
- હૈદરાબાદને હરાવી પ્રથમ ફાઇનાલિસ્ટ બન્યું કોલકાતા
IPL 2024ના પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદની તોફાની બેટિંગ લાઇનઅપ 20 ઓવર સુધી પણ ક્રિઝ પર ટકી શકી ન હતી. હૈદરાબાદે કોલકાતા સામે 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ન તો ટ્રેવિસ હેડ, ન તો અભિષેક શર્મા કે ન હેનરિક ક્લાસેન ચાલ્યા. હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. જો કે, તેની ઇનિંગ સમાપ્ત થયા પછી, આ ખેલાડી કથિત રીતે સીડી પર બેસીને રડવા લાગ્યો હતો.
રાહુલ ત્રિપાઠીએ ભૂલ કરી
સનરાઇઝર્સ હૈદરાબાદના આ બેટ્સમેને માત્ર 29 બોલમાં અડધી સદી ફટકારી હતી પરંતુ જ્યારે તે 55 રન પર હતો ત્યારે તેણે મોટી ભૂલ કરી હતી. હૈદરાબાદની 14મી ઓવરમાં અબ્દુલ સમદે પોઈન્ટ ડિરેક્શનમાં શોટ રમ્યો હતો. રાહુલ ત્રિપાઠીએ તેને રન માટે બોલાવ્યો હતો પરંતુ રસેલે ડાઇવ કરીને બોલને અટકાવ્યો હતો. આ પછી અચાનક રાહુલ ત્રિપાઠી દોડતી વખતે પીચ પર અટકી ગયો. રાહુલ ત્રિપાઠી રસેલના થ્રો પર રનઆઉટ થયો હતો અને આ પછી હૈદરાબાદને મોટું નુકસાન થયું હતું.
5 રનમાં 4 વિકેટ પડી
સનરાઈઝર્સ હૈદરાબાદે 14મી ઓવરમાં રાહુલ ત્રિપાઠીના રૂપમાં છઠ્ઠી વિકેટ ગુમાવી અને પછી 5 રનની અંદર હૈદરાબાદે કુલ 4 બેટ્સમેન ગુમાવ્યા. હૈદરાબાદે 16મી ઓવર સુધી 126 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ અંતે કેપ્ટન કમિન્સે 24 બોલમાં 30 રન બનાવીને હૈદરાબાદને કોઈક રીતે 159 રન સુધી પહોંચાડી દીધું હતું, નહીં તો આ ટીમ 17મી ઓવર સુધી ઓલઆઉટ થઈ ગઈ હોત.
આ ભૂલ બાદ રાહુલ ત્રિપાઠી પેવેલિયનના પગથિયાં પર બેસી ગયો અને મોઢું છુપાવીને રડવા લાગ્યો. દેખીતી રીતે જ રાહુલ ત્રિપાઠીને પણ પોતાની ભૂલની જાણ હતી અને કદાચ તેથી જ તે પોતાનાથી ખૂબ નિરાશ હતો.