- ઝિમ્બાબ્વે બાદ હવે ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે
- ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 સિરીઝ રમશે
- શુભમન ગિલ પણ ODI કેપ્ટન બનવાની રેસમાં છે
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 સિરીઝ રમાવાની છે. આ સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ત્યારે T20માં હાર્દિક પંડ્યા કેપ્ટન હશે તે નિશ્ચિત છે. જ્યારે ODI સિરીઝ આવતા મહિને 2 ઓગસ્ટથી શરૂ થશે. આ સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા ઘણા મોટા સમાચાર સામે આવ્યા છે.
શુભમન ગિલ પણ રેસમાં
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ પણ ODI કેપ્ટન બનવાની રેસમાં છે. હાલમાં જ ગિલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેમાં T20 સિરીઝ 4-1થી જીતી લીધી છે. હવે ગિલને ODI ટીમનો કેપ્ટન બનાવવાની ચર્ચા છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ગિલને કેપ્ટન બનાવીને ભવિષ્ય પર નજર રાખી રહ્યું છે. વાસ્તવમાં, ગિલ એક એવો ખેલાડી છે જે ત્રણેય ફોર્મેટ રમે છે અને શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ તેને રોહિત શર્માના વિકલ્પ તરીકે વિચારી રહ્યું હોય.
જો કેએલ રાહુલ ODIનો કેપ્ટન ન બને તો તેના માટે ખરાબ સમાચાર છે. ODI ક્રિકેટમાં અત્યાર સુધીમાં તે ભારતીય ટીમના કેપ્ટન તરીકે 12 મેચ રમી ચૂક્યો છે, જેમાંથી તેણે 8 મેચ જીતી છે. રાહુલે એક T20 મેચ અને બે ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ગેરહાજરીમાં તે ટીમની કમાન સંભાળી શકે છે.
ગૌતમ ગંભીર શું ઈચ્છે છે?
T20 અને ODI ટીમનો કેપ્ટન કોણ બનશે તે ગૌતમ ગંભીર પર નિર્ભર રહેશે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે, મુખ્ય કોચ તરીકે શ્રીલંકાનો પ્રવાસ પ્રથમ અસાઇનમેન્ટ હશે અને અહીંથી તે આગામી ચાર વર્ષનો રોડમેપ તૈયાર કરશે. ગૌતમ ગંભીર ઈચ્છે છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ શ્રીલંકા પ્રવાસ માટે ઉપલબ્ધ રહે. હવે જોવાનું એ રહેશે કે તેનું નામ શ્રીલંકા પ્રવાસ પર જનારી ટીમમાં છે કે નહીં.