- ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે બાદ હવે શ્રીલંકાના પ્રવાસે જશે
- આ સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ અપાશે
- આ સિરીઝથી ગોતમ ગંભીરના યુગની શરૂઆત થશે
ટીમ ઈન્ડિયા હવે શ્રીલંકા પ્રવાસથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીઓ શરૂ કરવા માંગે છે. ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું છે કે તેની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. દરમિયાન આ પ્રવાસ માટે સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને બુમરાહ આ પ્રવાસમાં રમતા જોવા મળશે નહીં. ટીમ ઈન્ડિયા બુમરાહના સ્થાને કયા ખેલાડીને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.
હર્ષિત રાણા
હર્ષિત રાણાએ IPL 2024માં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તે નવા બોલથી બોલિંગ કરી શકે છે. આ સિવાય તેણે ડેથ ઓવરોમાં પણ યોર્કર અને ધીમા બોલથી પોતાને સાબિત કર્યો છે. KKR તરફથી રમતા તેણે 15થી વધુ વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં બુમરાહના વિકલ્પ તરીકે ગૌતમ ગંભીર તેને ટીમમાં સામેલ કરી શકે છે.
આકાશ માધવલ
મુંબઈ ઈન્ડિયન્સના આ બોલરે ઓછી તકોમાં પોતાની જાતને સાબિત કરી છે. તેણે 13 મેચમાં 19 વિકેટ લીધી છે. આ સિવાય તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. તેની સ્ટ્રાઈક પણ 13.79 રહી છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર પણ તેને ભવિષ્ય માટે તૈયાર કરી શકે છે.
મુકેશ કુમાર
મુકેશ કુમારે ઝિમ્બાબ્વે સામે તાજેતરમાં સમાપ્ત થયેલી સિરીઝશાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે નવા બોલથી વિકેટ લીધી હતી.આ સિવાય તેણે છેલ્લી મેચમાં 4 વિકેટ પણ લીધી હતી. આવી સ્થિતિમાં બુમરાહની જગ્યાએ ગૌતમ ગંભીર પણ તેને આ સિરીઝમાં સામેલ કરી શકે છે.