• લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ
  • અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
  • આ મેચમાં નિકોલસ પુરન LSG તરફથી કરશે કપ્તાની

IPL 2024ની 11મી મેચમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. લખનૌના અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં LSGએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ માટે લખનૌના નિયમિત કેપ્ટન કેએલ રાહુલની જગ્યાએ વાઇસ કેપ્ટન નિકોલસ પુરન મેદાનમાં આવ્યો હતો. જોકે, રાહુલ પ્લેઇંગ-11નો ભાગ છે. ત્યારથી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું LSGએ પોતાનો કેપ્ટન બદલ્યો છે?ૉ

નિકોલસ પુરન બન્યો કેપ્ટન

આ સવાલનો જવાબ ટોસ માટે મેદાનમાં આવેલા નિકોલસ પૂરને આપ્યો. પુરને કહ્યું, “KL રાહુલ ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તેમને આટલી લાંબી ટૂર્નામેન્ટમાં બ્રેક આપવા માંગીએ છીએ. તે આજે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. દરેક વ્યક્તિએ તકોનો લાભ લેવો જોઈએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ.” લખનૌની પીચ અંગે પુરન કહ્યું કે તે એક સારો ટ્રેક લાગે છે.

LSGના પ્લેઇંગ-11માં 3 વિદેશી

મયંક યાદવ અને મણિમરણ સિદ્ધાર્થે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ડેબ્યૂ કર્યું છે. આ દરમિયાન પંજાબ કિંગ્સે તેમની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. લખનૌએ તેની પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 3 વિદેશી ખેલાડીઓની પસંદગી કરી છે. કેએલ રાહુલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હોવાથી તેની જગ્યાએ નવીન ઉલ હકને તક આપવામાં આવી શકે છે. લખનૌ પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. બેટિંગ બાદ કેએલ રાહુલ ફિલ્ડિંગ કરતા જોવા મળશે નહીં. તેની જગ્યાએ નિકોલસ પુરન કેપ્ટનશિપ કરતા જોવા મળશે. ગત સિઝનમાં કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ કૃણાલ પંડ્યાએ LSGનું નેતૃત્વ સંભાળ્યું હતું.

  • Follow us on: