- ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે
- T20 વર્લ્ડકપ 2024 પહેલા, હાર્દિક તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયો હતો
- હાર્દિકે પત્ની નતાશા સાથેના 4 વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. T20 વર્લ્ડકપ 2024 પહેલા, હાર્દિક તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયો હતો. આ પછી તેને તેની પત્ની નતાશા સાથેના 4 વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો. હાર્દિકે 18 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે તે નતાશાથી અલગ થઈ ગયો છે. હવે એવું માનવામાં આવે છે કે તેના કારણે તેનો પરિવાર સંપૂર્ણપણે અલગ થઈ ગયો છે અને ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી પણ તેનાથી નારાજ છે.
મહિનાઓથી સંબંધોમાં આવી તિરાડ
હાર્દિક અને નતાશાના સંબંધોમાં ઘણા મહિનાઓથી તિરાડ હતી. ના નતાશા તેને મેદાનમાં સપોર્ટ કરતી જોવા મળી કે ના તો હાર્દિકે તેની પત્ની સાથે કોઈ પોસ્ટ કરી. પરંતુ હાર્દિકે પુત્ર અગત્સ્ય સાથેની ઘણી પોસ્ટ શેર કરી છે. નતાશા સ્ટેનકોવિકે પણ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરીને હાર્દિકથી અલગ થવાની વાતને સમર્થન આપ્યું હતું. હવે નતાશા તેના પુત્ર સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. પરંતુ હવે વધુ ચર્ચાઓ થઈ રહી છે કે કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા પણ હાર્દિક પંડ્યાની આ નિર્ણયથી નારાજ છે.
સિંગર સાથે અફેર?
હાર્દિક પંડ્યાના નતાશાથી અલગ થયા બાદ નવા સમાચાર સામે આવ્યા છે કે તેનું બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે અફેર છે. પરંતુ આને લઈને કોઈ પુષ્ટિ થઈ નથી. કૃણાલ પંડ્યા અને પંખુરીની વાત કરીએ તો બંનેએ હાર્દિકની પોસ્ટ લાઈક કરવાનું બંધ કરી દીધું છે. કૃણાલે છેલ્લે પોસ્ટ લાઈક કરી હતી જ્યારે હાર્દિકે તેના પુત્ર અગત્સ્યને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.
અનંત અંબાણીના લગ્નમાં ગયો હતો હાર્દિક
નતાશા સ્ટેનકોવિક પણ હાર્દિક પંડ્યા સાથે અનંત અંબાણીના લગ્નમાં જોવા મળી ન હતી. અનંત અંબાણીના લગ્નમાં હાર્દિક ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી સાથે પહોંચ્યો હતો. હાર્દિકે થોડા દિવસ પહેલા નતાશાની એક પોસ્ટ પર હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી હતી. જે બાદ એવા રિપોર્ટ આવ્યા હતા કે હાર્દિક તેના પુત્રની યાદોથી હેરાન થઈ રહ્યો છે.