• શ્રીલંકા સામે ભારતની જીતમાં કુલદીપ યાદવની શાનદાર બોલિંગ
  • કુલદીપ યાદવે આ મેચમાં 4 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો
  • 150 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર બન્યા

એશિયા કપ હાલ ચરમસીમાએ છે. સુપર-4 સ્ટેજમાં દરેક ટીમો પોતાના શાનદાર પ્રદર્શનથી જીત માટે મહામુકાબલો કરી રહી છે. ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ આવતા રિઝર્વ ડે પર રમાતા ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. પરંતુ ભારત-પાકિસ્તાન કરતા પણ હાઈવોલ્ટેઝ મેચ ભાત-શ્રીલંકાની હતી. જેમાં એક સમયે તો લાગ્યું હતું કે હવે ભારતની હાર નિશ્ચિત છે. તે સમયે ઈન્ડિયન ટીમના ખેલાડીઓએ શાનદાર બોલિંગથી ટીમને જીત અપાવી હતી.

150 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર

શ્રીલંકા સામે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી હતી અને ભારતને 41 રનથી જીત અપાવી હતી. કુલદીપ યાદવે પણ આ મેચમાં ચાર વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. કુલદીપ યાદવ સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ લેફ્ટ આર્મ સ્પિન બોલર બની ગયા છે. આટલું જ નહીં, કુલદીપ યાદવ સૌથી ઓછી વનડે મેચમાં 150 વિકેટ લેનારા ભારતના બીજા બોલર છે.

કુલદીપે બે મેચમાં 9 વિકેટ ઝડપી

એશિયા કપમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા કુલદીપ યાદવે બે મેચમાં 9 વિકેટ ઝડપી છે. કુલદીપ યાદવે પાકિસ્તાન સામે 5 વિકેટ લીધી હતી. શ્રીલંકા સામે તેની શાનદાર બોલિંગ ચાલુ રાખીને તેણે 9.3 ઓવરમાં 43 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મેચની છેલ્લી વિકેટ લેવાની સાથે જ કુલદીપ યાદવે વનડેમાં 150 વિકેટ પૂરી કરી હતી. કુલદીપ યાદવે આ સ્થાન મેળવવા માટે માત્ર 88 મેચ રમી હતી.

કુલદીપ દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી નં.1 બન્યા

કુલદીપ યાદવ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના સ્પિનર ​​અબ્દુલ રઝાકના નામે હતો. રઝાકે 108 મેચમાં 150 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજે 118 મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. બાંગ્લાદેશના શાકિબ અલ હસને 119 મેચમાં 150 વિકેટ પૂરી કરી હતી. ભારતના રવિન્દ્ર જાડેજાએ 129 મેચ રમીને 150 વિકેટ લીધી હતી. પરંતુ આ તમામ દિગ્ગજ બોલરોને હરાવીને કુલદીપ યાદવ હવે આ યાદીમાં પ્રથમ સ્થાને આવી ગયો છે.

ભારત માટે વનડેમાં સૌથી ઝડપી 150 વિકેટ લેવાનો રેકોર્ડ મોહમ્મદ શમીના નામે છે. શમીએ માત્ર 80 ODI મેચમાં 150 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 88મી મેચમાં 150 વિકેટ પૂરી કરી લીધી છે. આ રીતે કુલદીપ યાદવ ભારત માટે સૌથી ઓછી મેચોમાં 150 વિકેટ લેનારો બીજા બોલર બનવામાં સફળ થયો છે.

  • Follow us on: