• વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 સિરીઝ ચાલુ
  • ક્વેના માફાકાએ ડેબ્યૂ મેચમાં જ ઈતિહાસ રચી દીધો છે
  • દક્ષિણ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો

વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ડેબ્યૂ મેચમાં કમાલ કર્યો. ક્વેના માફાકાએ અંડર-19 વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. તે IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો હતો મફાકાએ અંડર-19 વર્લ્ડકપમાં પોતાની ગતિ અને બાઉન્સથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ પછી તેણે પોતાને જસપ્રીત બુમરાહ કરતા વધુ સારો બોલર ગણાવ્યો. હવે તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ ઈતિહાસ રચી દીધો છે. મફાકાએ તેની પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા. તેણે એક વિકેટ પણ લીધી હતી.

મફાકાએ રેકોર્ડ બનાવ્યો

વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ટી20માં ડેબ્યૂ કરનાર મફાકાની ઉંમર માત્ર 18 વર્ષ અને 138 દિવસ છે. આ સાથે તે દક્ષિણ આફ્રિકા તરફથી ડેબ્યૂ કરનાર સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિક્ટર મ્પિટસાંગના નામે હતો, જેણે 1999માં 18 વર્ષ 314 દિવસની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે પાકિસ્તાનના હસન રઝાના નામે વિશ્વમાં સૌથી નાની વયે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો રેકોર્ડ છે. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1996માં માત્ર 14 વર્ષ અને 233 દિવસની ઉંમરે રમી હતી.

IPLમાં પણ શાનદાર પ્રદર્શન

ક્વેના મફાકાએ અંડર-19 વર્લ્ડ કપમાં તબાહી મચાવી હતી. તેણે માત્ર 6 મેચમાં 21 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. તેની બોલિંગ સ્પીડ 140 અને ડેથ ઓવરોએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પછી મુંબઈ ઈન્ડિયન્સે તરત જ તેને ટીમમાં સામેલ કરી લીધો. ટીમમાં પ્રવેશતાની સાથે જ મફાકાના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો અને તે સૌથી નાની ઉંમરે IPLમાં પ્રવેશ કરનારો ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો. તેણે 17 વર્ષ 354 દિવસની ઉંમરે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેનું IPL ડેબ્યૂ તેના માટે સારું રહ્યું ન હતું. તેણે બે મેચ રમી અને બંનેમાં તેનો જોરદાર ધોલાઇ થઇ હતી. મફાકાએ આ બંને મેચમાં કુલ 6 ઓવર નાંખી, જેમાં તેણે 89 રન આપ્યા અને માત્ર 1 વિકેટ લઈ શક્યો.

  • Follow us on: