- જાડેજા-અશ્વિન-અક્ષર ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ટોપ-5માં
- બોલરોની રેન્કિંગમાં અશ્વિન બીજા, બુમરાહ પાંચમાં, જાડેજા નવમાં ક્રમે
- રોહિત શર્મા-ઋષભ પંત બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં યથાવત
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ-5માં છે, જ્યારે બોલરો અને બેટ્સમેનોની રેન્કિંગમાં પણ ભારત મજબૂત છે.
ઓલરાઉન્ડરની રેન્કિંગ ટોપ-5માં ત્રણ ભારતીય
ICC દ્વારા બુધવારે (22 ફેબ્રુઆરી) નવી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરની રેન્કિંગમાં ભારતના ખેલાડીઓનો ચાર્મ જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ-5માં પહોંચી ગયા છે, જ્યારે બોલરોની રેન્કિંગમાં પણ ભારતીય ખેલાડીઓ છે.

અક્ષર પટેલની ટોપ-5 માં એન્ટ્રી
ICC ઓલરાઉન્ડરની રેન્કિંગ પર નજર કરીએ તો ટોપ-5માં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે. રવિન્દ્ર જાડેજા નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે. આ યાદીમાં લેટેસ્ટ એન્ટ્રી અક્ષર પટેલની છે અને તે રેન્કિંગમાં નંબર-5 પર પહોંચી ગયો છે. અક્ષરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બેટથી ક્માલ કરી બતાવી છે.
રવિચંદ્રન અશ્વિન રેન્કિંગમાં નંબર-2 બોલર
દિલ્હી ટેસ્ટ બાદ બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ હવે વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર નથી રહ્યો, તેની જગ્યાએ ન્યૂઝીલેન્ડ સામે વધુ સારું પ્રદર્શન કરનાર ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના રવિચંદ્રન અશ્વિનને પણ ફાયદો થયો છે અને તે હવે ટેસ્ટ રેન્કિંગમાં નંબર-2 પર આવી ગયો છે.
જાડેજાની બોલરોની ટોપ-10 રેન્કિંગમાં રી-એન્ટ્રી
બોલરોની રેન્કિંગ પર નજર કરીએ તો ટોપ-10માં 3 ભારતીય બોલર છે. રવિચંદ્રન અશ્વિન નંબર-2 પર છે જ્યારે જસપ્રિત બુમરાહ નંબર-5 પર છે. રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી હવે બોલરોની ટોપ-10 રેન્કિંગમાં થઈ ગઈ છે અને તે 9માં નંબર પર છે. બેટ્સમેનોની રેન્કિંગ પહેલા જેવી જ છે અને ભારતના ઋષભ પંત નંબર-6 પર, રોહિત શર્મા નંબર-7 પર યથાવત છે.

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં ભારતીય
બેટિંગ રેન્કિંગ:
• નંબર 6 - ઋષભ પંત - 781 રેટિંગ
• નંબર 7 - રોહિત શર્મા - 777 રેટિંગ
બોલિંગ રેન્કિંગ:
• નંબર 2 - રવિચંદ્રન અશ્વિન - 864 રેટિંગ
• નંબર 5 - જસપ્રીત બુમરાહ - 795 રેટિંગ
• નંબર 9 - રવિન્દ્ર જાડેજા - 763 રેટિંગ
ઓલરાઉન્ડર રેન્કિંગ:
• નંબર 1 - રવિન્દ્ર જાડેજા - 460 રેટિંગ
• નંબર 2 - રવિચંદ્રન અશ્વિન - 376 રેટિંગ
• નંબર 5 - અક્ષર પટેલ - 283 રેટિંગ