• ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે
  • મહેન્દ્ર સિંહ ધોની માટે આ IPLની છેલ્લી સિઝન હોઈ શકે છે
  • ધોનીએ રાંચીમાં પોતાના ઘરે ત્રિરંગો લહેરાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકોની નજર તેના પર ટકેલી છે. પરંતુ આ સીરીઝ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ પણ આવવાની છે જે આ વખતે ખાસ હશે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે આ IPLની છેલ્લી સિઝન હોઈ શકે છે, આવી સ્થિતિમાં ધોની પણ પોતાના ફેન્સ માટે તૈયારી કરી રહ્યો છે.

ધોનીનો નવો લુક આવ્યો સામે

દરમિયાન, 26મી જાન્યુઆરીના અવસર પર MS ધોનીનો નવો લુક સામે આવ્યો છે. MS ધોનીએ પણ 26 જાન્યુઆરીના રોજ રાંચીમાં પોતાના ઘરે ત્રિરંગો લહેરાવ્યો હતો. MS ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં MS ધોની તિરંગા સાથે જોવા મળી રહ્યો છે.


લાંબા વાળ સાથે દેખાયો ધોની

ખાસ વાત એ છે કે અહીં MS ધોનીનો નવો અવતાર જોવા મળ્યો છે. IPL પહેલા MS ધોની ફરી એકવાર લાંબા વાળ કરી રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે ધોનીના વાળ લાંબા છે, પરંતુ હવે દાઢી સફેદ થઈ ગઈ છે જે દર્શાવે છે કે હવે આ દિગ્ગજની ઉંમર થઈ ગઈ છે અને ચાહકો તેને જોઈને ભાવુક થઈ ગયા છે.

શું છેલ્લી વખત IPLમાં દેખાશે ધોની?

તમને જણાવી દઈએ કે 43 વર્ષીય MS ધોની આ વખતે IPLમાં છેલ્લી વખત જોવા મળી શકે છે. ધોનીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે ચાહકોએ જે પ્રેમ આપ્યો છે તે પરત કરવા માંગે છે. આ જ કારણ છે કે તે તેના વાળ લાંબા કરી રહ્યો છે, જેથી ચાહકો તે જ જૂના ધોનીને ફરીથી જોઈ શકે. તમને જણાવી દઈએ કે MS ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તે સતત IPL રમી રહ્યો છે.

  • Follow us on: