• નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો
  • શૂટર મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો
  • નીરજ ચોપરા અને મનુ ભાકરનો એક વીડિયો વાયરલ થયો

નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શૂટર મનુ ભાકરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. નીરજે ભાલા ફેંકમાં મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા અને મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ તેમના લગ્નની અફવાઓ ઝડપથી ફેલાઈ ગઈ હતી. હવે મનુ ભાકરના પિતાએ આ અફવાઓ પર મોટું નિવેદન આપ્યું છે.

નીરજ ચોપરા અનુ મનુ ભાકરને વીડિયો વાયરલ

વીડિયોમાં નીરજ ચોપરા અને મનુ ભાકર એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જોકે, વીડિયોમાં જોઈ શકાય છે કે મનુ ભાકર સાથે વાત કરતી વખતે નીરજ ચોપરાનું માથું નમ્યું હતું. વીડિયો જોઈને એવું લાગી રહ્યું હતું કે નીરજ વાત કરતી વખતે મનુ ભાકર સાથે આંખનો સંપર્ક નથી કરી રહ્યો. જોકે, આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેમની લવ સ્ટોરી વિશે અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધું હતું.


મનુ ભાકરની માતા સાથે નીરજે કરી વાત

અન્ય એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મનુ ભાકરની માતા સુમેધા ભાકર જેવલિન સ્ટાર નીરજ ચોપરા સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં સુમેધા ભાકર પણ નીરજના માથા પર હાથ લેતી જોવા મળી હતી. માનુની માતા અને નીરજ ચોપડાનો વીડિયો વાયરલ થતા જ બંને ભારતીય એથ્લેટ્સના લગ્નના સમાચાર વાયરલ થઈ ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર દાવો કરવા લાગ્યા કે મનુની માતા નીરજ સાથે તેની પુત્રીના લગ્નની વાત કરી રહી છે.


મનુ ભાકરના પિતાએ બધું સ્પષ્ટ કર્યું

મનુ ભાકરના પિતાએ મનુ ભાકર અને નીરજ ચોપરાના લગ્નના સમાચારને લઈને બધુ સ્પષ્ટ કર્યું. એક અહેવાલમાં મનુ ભાકરના પિતાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "મનુ હજુ ઘણી નાની છે. તે લગ્નની ઉંમરની નથી. હજુ સુધી તેના વિશે વિચાર્યું નથી." આ સિવાય સુમેધા ભાકર અને નીરજ ચોપડા વચ્ચેની વાતચીત પર મનુ ભાકરના પિતાએ કહ્યું કે, મનુની માતા નીરજને તેના પુત્રની જેમ જ ગણે છે.

  • Follow us on: