• મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
  • મનુ ભાકર અને સરબજોતનું ક્રિકેટર યુવરાજ સિંહ સાથે ખાસ કનેક્શન
  • આ તમામે ચંદીગઢની ડીએવી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતના આ સ્ટાર શૂટરે પેરિસમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી છે. તેણે 10 મીટર એર પિસ્તોલ સિંગલ્સમાં પહેલો મેડલ અને મિશ્ર ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બીજો મેડલ જીત્યો. મનુ ભાકર અને સરબજોત સિંહનો ક્રિકેટર યુવરાજ સિંહ અને પૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે ખાસ સંબંધ છે.

તમામે એક જ કોલેજમાં કર્યો અભ્યાસ

શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહ બંને ડીએવી કોલેજ, સેક્ટર-10, ચંદીગઢના વિદ્યાર્થીઓ હતા અને યુવરાજ સિંહ પણ આ જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. માત્ર યુવરાજ સિંહ જ નહીં, પૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ સેક્ટર-10ની ડીએવી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ પણ ચંદીગઢની ડીએવી કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. રસપ્રદ વાત એ છે કે આ કોલેજના આ તમામ વિદ્યાર્થીઓ કાં તો વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છે અથવા તો ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે.

મનુ ભાકર પાસે હજુ વધુ એક ઓલિમ્પિક મેડલ જીતવાની તક છે. તે 25 મીટર એર પિસ્તોલમાં મેડલ જીતી શકે છે, આ સ્પર્ધા 3 ઓગસ્ટથી શરૂ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મનુ મેડલનો રંગ બદલીને આ ઇવેન્ટ જીતશે. તેમનું લક્ષ્ય સોના પર હોવું જોઈએ.

મનુ ભાકરે દેશ માટે જીત્યો પ્રથમ મેડલ

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સ-2024માં પોતાનો પહેલો મેડલ 28 જુલાઈના રોજ જીત્યો હતો. આ જીત સાથે તેણે પેરિસ ઓલિમ્પિક-2024માં ભારતનું ખાતું પણ ખોલ્યું. મનુ ભાકર ઓલિમ્પિકમાં શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા એથ્લેટ પણ બની. તેણે 10 મીટર એર પિસ્તોલ મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

2 મેડલ જીતનાર ખેલાડી

આ પહેલા ઓલિમ્પિકમાં બે મેડલ જીતવાનું કારનામું કુસ્તીબાજ સુશીલ કુમાર અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ કર્યું હતું. પરંતુ તેણે અલગ-અલગ સિઝનમાં આ મેડલ જીત્યો હતો. સુશીલ કુમારે 2008માં બ્રોન્ઝ મેડલ અને 2012માં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પીવી સિંધુએ 2016માં સિલ્વર મેડલ અને 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે એવી ખેલાડી છે જેણે ભારત માટે એક જ સિઝનમાં 2 મેડલ જીત્યા હોય.

મનુ ભાકર લગાવશે મેડલની હેટ્રિક?

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક-2024માં 3 ઈવેન્ટમાં ક્વોલિફાય કર્યું હતું. હવે તે 2 ઓગસ્ટે 25 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં રમતી જોવા મળશે. આ મેચ 2 ઓગસ્ટે બપોરે 12.30 કલાકે રમાશે. મનુને આ ઈવેન્ટમાં મેડલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો તે આવું કરશે તો તે એક નવો રેકોર્ડ હશે.

  • Follow us on: