ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI સિરીઝની પ્રથમ મેચ કાંગારૂ ટીમે જીતી હતી, જ્યાં તેણે ઈંગ્લિશ ટીમને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે 154 રનની ઈનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવી હતી. પરંતુ માર્નસ લાંબુશેનનું યોગદાન પણ ભૂલી શકાય નહીં, જ્યાં તેણે અજોડ સિદ્ધિ હાંસલ કરી હતી. આ મેચમાં તેણે બેટ અને બોલ બાદ ફિલ્ડિંગમાં પણ કમાલ કર્યો હતો.
માર્નસ લાબુશેને કર્યો કમાલ
લાંબુશેને પ્રથમ બોલિંગમાં કમાલ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. અહીં તેણે ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટ, કેપ્ટન હેરી બ્રુક અને જોફ્રા આર્ચરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તેણે ફિલ્ડિંગમાં પોતાની તાકાત દેખાડી અને ચાર કેચ પકડ્યા, જેમાંથી તેણે બે કેચ પોતાના જ બોલ પર લીધા હતા. લાબુશેનની જોરદાર બોલિંગ અને ફિલ્ડિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમ અપેક્ષા મુજબના સ્કોર સુધી પહોંચી શકી ન હતી. ટીમ અહીં 315 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
લાબુશેને 77 રનની ઇનિંગ રમી હતી
આ પછી, લાબુશેને પણ બેટિંગમાં પોતાની તાકાત બતાવી અને માત્ર 61 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 77 રનની અણનમ ઈનિંગ રમી. આ પ્રદર્શન સાથે, લાંબુશેન હવે એક જ ODI મેચમાં 50 થી વધુ રન, 3 વિકેટ અને 4 કેચ લેનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ એક એવો રેકોર્ડ છે જે તેના પહેલા વિશ્વનો અન્ય કોઈ ખેલાડી બનાવી શક્યો નથી.
મને તેનો શ્રેય લેવાનું ગમશે
મેચ બાદ તેની સાથે તેના જોરદાર પ્રદર્શન વિશે વાત કરવામાં આવી, જેના પર તેણે કહ્યું, 'મને તેનો શ્રેય લેવાનું ગમશે પરંતુ તે મજબૂરીમાં કરવામાં આવેલ હતો. જ્યાં સુધી તેઓ બેટિંગ સારી કરી રહ્યા હતા ત્યારે અમારા માટે રનની ગતિમાં ઘટાડો અમારા માટે ફાયદાકારક સાબિત થયો હતો. મને લાગે છે કે ટીમમાં શાંતિ જોવી ખૂબ જ સારી વાત છે. અમારી ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ પણ છે. અમને એકબીજા પર ઘણો વિશ્વાસ છે અને આશા છે કે અમે જીતતા રહીશું.