• LSGનો યુવા ખેલાડી મયંક યાદવ તેની બોલિંગના કારણે ચર્ચાઓમાં આવ્યો
  • મયંક યાદવે IPLની 17મી સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો
  • મયંક યાદવે છેલ્લી બે મેચમાં 3-3 વિકેટ ઝડપી હતી

IPL 2024ની શરૂઆત થઇ ગઇ છે. લખનૌ સુપર જાયન્ટ્સનો યુવા ખેલાડી મયંક યાદવ તેની બોલિંગ સ્પિડના કારણે ચર્ચાઓમાં આવ્યો છે. મયંક યાદવે IPLની 17મી સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યા છે. મયંક યાદવે 156.7 ની ઝડપે બોલ ફેંકી હૈદરાબાદ તરફથી રમતા ભારતના યુવા બોલર ઉમરાન મલિકના 155.3 નો રેકોર્ડ તોડ્યો છે. યાદવે છેલ્લી બે મેચમાં 3-3 વિકેટ ઝડપી હતી. પંજાબ બાદ બેંગલુરૂના બેટ્સમેનો પણ મયંક યાદવ સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા.

મયંક યાદવે ડેબ્યૂ મેચમાં જ બેટ્સમેનોને ચોંકાવ્યા

મયંક યાદવે તેની IPL કારકિર્દીની પહેલી જ ઓવરમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને પંજાબ કિંગ્સના બેટ્સમેનોને ચોંકાવ્યા હતા. જોની બેરસ્ટો રમવા આવ્યો તો તે પણ બોલ મિસ થયા બાદ હસવા લાગ્યો હતો. મયંકે RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ક્લીન બોલ્ડ કર્યો હતો. હવે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડને કેટલાક સૂચનો આપ્યા છે કે મયંક યાદવની ગતિ સામે બેટ્સમેનો કઈ રણનીતિ અપનાવી શકે છે.

મયંક યાદવની ગતિ સામે કઈ રણનીતિ અપનાવવી જોઈએ?

મેથ્યુ હેડને મયંકને રમવાની સલાહ આપી હતી. તેણે કહ્યું કે આ સમયે બધાની નજર મયંક યાદવ પર છે, દરેક તેના બોલ કેવી રીતે રમી શકે તેની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. જ્યારે બોલ ગૂડ લેન્થ પર નાખવામાં આવે છે ત્યારે તેને રમવો મુશ્કેલ છે. આવા બોલને રમવાની સાચી રીત એ છે કે તમારે બોલને તમારી પાસે આવવા દેવો પડશે. બેટ્સમેને જોરથી બોલને ફ્રન્ટ ફૂટ કે બેક ફૂટ પર રમવાની કોશિશ કરવી જોઇએ નહીં. ફક્ત દબાણ હેન્ડલ કરો અને બાકીનું કામ બોલ કરશે."

મયંક અગ્રવાલે ડુ પ્લેસિસ- મેક્સવેલને બતાવ્યો પવેલિયનનો રસ્તો

મયંકે અત્યાર સુધી જોની બેરસ્ટો, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનોને પોતાની બોલિંગથી શિકાર બનાવ્યા છે. RCB સામેની મેચની વાત કરીએ તો જ્યાં સુધી મયંક યાદવનો સ્પેલ ચાલી રહ્યો હતો ત્યાં સુધી વિરોધી ટીમના બેટ્સમેનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બેટ્સમેન બોલ સાથે કનેક્શન પણ કરી શક્યા ન હતા. મયંકે RCB સામે 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: