• T20 વર્લ્ડકપ માટે મંયક યાદવને લઈને મોટી અપડેટ
  • ટીમની જાહેરાત પહેલા મયંક ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે
  • 1લી મેના રોજ T20 વર્લ્ડકપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત

છેલ્લા કેટલાક સમયથી અનફિટ રહેલા ફાસ્ટ બોલર મયંક યાદવને લઈને મોટા સમાચાર આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મયંક યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. હવે તે લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચમાં રમતા જોવા મળી શકે છે. T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મયંક યાદવને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે. મયંક યાદવે આ IPLમાં પોતાની સ્પીડ અને લાઈન લેન્થ બધાને પ્રભાવિત કર્યા છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ મયંકને ભારતનો આગામી સ્પીડસ્ટાર ગણાવ્યો છે અને T20 વર્લ્ડકપમાં તક આપવાની હિમાયત પણ કરી છે.

મંયક યાદવની શાનદાર શરૂઆત

મયંક યાદવે IPLની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી હતી. તેણે પ્રથમ બે મેચમાં ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આ દરમિયાન મયંકે સતત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. જોકે, સાઇડ સ્ટ્રેનને કારણે તેને ત્રીજી મેચમાં બહાર જવું પડ્યું હતું. ત્યારથી તે સતત બહાર રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે નેટ્સમાં બોલિંગ કરી રહ્યો છે. એલએસજીએ તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેને પ્લેઈંગ-11માં તક આપવામાં આવી ન હતી.

લખનૌની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે

નોંધનીય છે કે લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ મેચ લખનૌના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ જીતીને લખનૌની ટીમ પ્લેઓફની રેસમાં પોતાનો દાવો મજબૂત કરવા માંગશે. મયંક યાદવ તેના મિશનમાં મહત્વપૂર્ણ હથિયાર બની શકે છે. સાથે જ મુંબઈની ટીમ પણ આ મેચ જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે.


  • Follow us on: