- મુંબઈની ટીમ ઘણા સમયથી તેના અનેક કારનામાઓને લઈને ચર્ચામાં
- હાર્દિકને મુંબઈ દ્વારા ગુજરાત ટાઇટન્સ સાથે રોકડ સોદામાં લેવડાવવામાં આવ્યો
- કેપ્ટન તરીકે હાર્દિક પંડયાને ટીમના દરેક કામમાં અગ્રેસર જોવા મળવો જોઈએ
જર્સી લોન્ચનો વીડિયો
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા નવી જર્સી લોન્ચ કરી છે. પરંતુ કદાચ આ જર્સી લોન્ચમાં નવા કેપ્ટન હાર્દિક પંડયા વીડિયોમાં છેલ્લે દેખાયા,સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વખતે એટલે કે 2024 IPLમાં હાર્દિક પંડયા રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળતો જોવા મળશે.અને પછી થોડા દિવસો પછી તે ટીમનો નવો કેપ્ટન બનશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સે જર્સી લોન્ચનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં નવી જર્સીની પહેલી ઝલક જોવા મળે છે. પછી આખી જર્સી જાહેર થાય છે. આ પછી રોહિત શર્મા પહેલીવાર જર્સી પહેરીને જોવા મળે છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને જસપ્રિત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ જોવા મળે છે. આ રીતે હાર્દિક પંડયા 8 નંબરની જર્સી પહેરેલો જોવા મળે છે.













