- મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024 માટે ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો
- MI બેટિંગ કોચ કીરોડ પોલાર્ડ પણ તાલીમ કેપ દરમિયાન જોડાયો હતો
- હાર્દિક પંડ્યા પોલાર્ડનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2024 માટે ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ ગયો છે. MI બેટિંગ કોચ કીરોડ પોલાર્ડ પણ તાલીમ કેપ દરમિયાન જોડાયા હતા. આ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યા પોલાર્ડનું સ્વાગત કરતો જોવા મળ્યો હતો. બંનેએ ભૂતકાળમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી છે. આ ઉપરાંત બંને ખૂબ સારા મિત્રો પણ માનવામાં આવે છે.
IPL 2024માં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. આ દરમિયાન કિરોન પોલાર્ડે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમની નિવૃત્તિની જાહેરાત બાદ, MI એ ભૂતપૂર્વ ઓલરાઉન્ડરને ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા. પાકિસ્તાન સુપર લીગનો હિસ્સો રહેલો પોલાર્ડ બુધવારે MI ટીમ હોટલ પહોંચ્યો હતો.













