• મોહમ્મદ શમી પગની સર્જરીના કારણે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે
  • T20 વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શમીએ પોતાની રિકવરી ફેન્સને અપડેટ આપી
  • મારી સર્જરીને 15 દિવસ થયા છે અને તાજેતરમાં મારા ટાંકા દૂર કરવામાં આવ્યા

ભારતીય ટીમનો બોલર મોહમ્મદ શમી જેણે વર્લ્ડકપ 2023માં પોતાની બોલિંગથી મોટી ટીમોને તબાહ કરી નાખી હતી. આ પહેલીવાર નથી જ્યારે શમીએ આ કારનામું કર્યું. આ પહેલા પણ તેણે મોટી ટૂર્નામેન્ટમાં પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. પરંતુ આ વર્ષે, T20 વર્લ્ડકપ 2024 પહેલા, તેનું નસીબ તેની સાથે નહોતું. પગની સર્જરીના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. IPL 2024 અને T20 વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શમીએ પોતાની રિકવરી ફેન્સને અપડેટ કરી છે.

ટ્વિટર પર મોહમ્મદ શમીની પોસ્ટ

મોહમ્મદ શમીએ પોતાની રિકવરી અંગે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'હેલો બધાને! હું મારી રિકવરી પર એક નવું અપડેટ આપવા માંગુ છું. મારી સર્જરીને 15 દિવસ થયા છે અને તાજેતરમાં મારા ટાંકા દૂર કરવામાં આવ્યા છે. મેં કરેલી પ્રગતિ માટે હું આભારી છું અને મારી ઉપચાર યાત્રામાં આગળના પગલાની રાહ જોઉં છું.


બાંગ્લાદેશ શ્રેણીમાં કરી શકે છે વાપસી

BCCI સેક્રેટરી જય શાહે મોહમ્મદ શમીની વાપસી અંગે અપડેટ આપી હતી. તેણે પુષ્ટિ કરી હતી કે શમી ટી-20 વર્લ્ડકપ 2024 અને આઈપીએલમાં નહીં રમે. તેણે કહ્યું હતું કે, 'શમીએ સર્જરી કરાવી છે અને તે ભારત પરત ફર્યો છે. બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝ માટે શમીની વાપસીની શક્યતા છે.

શમી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો

મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2023માં પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. શરૂઆતની મેચોમાંથી બહાર થયા બાદ મોહમ્મદ શમીએ કુલ 7 મેચ રમી હતી. જેમાં તેણે 24 વિકેટ પોતાના નામે કરી હતી. વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં મોહમ્મદ શમી ટોપ પર રહ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ટી20 વર્લ્ડકપમાં શમીની ખાલીપો કયો બોલર ભરશે.

  • Follow us on: