• મોહમ્મદ શમીએ ઈન્ઝમામના આરોપોનો આપ્યો જડબાતોડ જવાબ
  • વાહિયાત વાતો કરીને જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો: શમી
  • દિગ્ગજ બોલર મોહમ્મદ શમીએ પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકના આરોપોનો મોહમ્મદ શમીએ જડબાતોડ જવાબ આપ્યો છે. ઈન્ઝમામ ઉલ હકે T20 વર્લ્ડકપ 2024માં ભારતીય બોલરો પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવતા નિવેદન આપ્યું હતું. આ દિગ્ગજ ભારતીય બોલરે એક ઈન્ટરવ્યુમાં ઈન્ઝમામ ઉલ હકના નિવેદનની મજાક ઉડાવી છે અને મોહમ્મદ શમીએ એ પણ જણાવ્યું છે કે તે ક્યારે ક્રિકેટને અલવિદા કહેશે.

શમીએ ઈન્ઝમામ માટે શું કહ્યું?

મોહમ્મદ શમીએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'પાકિસ્તાન ક્યારેય ભારતીય ટીમથી ખુશ નથી અને ક્યારેય હશે પણ નહીં. કેટલાક કહે છે કે અમને અલગ બોલ આપવામાં આવ્યો છે જ્યારે કેટલાક કહે છે કે અમે જે બોલથી બોલ કરીએ છીએ તેમાં ચિપ છે.મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું,'જો તમારા બોલર સ્વિંગ કરે છે અને રિવર્સ સ્વિંગ કરે છે, તો તે તેમની ક્ષમતા છે અને જો અમે કરીએ છીએ, તો બોલ સાથે ચેડા કરી રહ્યા છીએ, અથવા બોલની અંદર ચિપ લગાવી છે.વાહિયાત વાતો કરીને જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો.

નિવૃત્તિ પર શમીએ શું કહ્યું?

આ ઈન્ટરવ્યુમાં ભારતના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીએ પણ પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યાં સુધી તે મેદાન પર છે ત્યાં સુધી તે ક્રિકેટ રમતા રહેશે. જે દિવસે તેમને લાગશે કે હું યુવા ખેલાડીની જગ્યા બગાડી રહ્યો છું, તે દિવસે હું સંન્યાસની જાહેરાત કરીશ.

શું છે શમીનું સપનું

મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું કે તે અત્યારે એકદમ ફિટ અનુભવી રહ્યો છે. તે વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ બનવાનું સપનું પણ જુએ છે. તે દેશ માટે વર્લ્ડકપ જીતવાનું સપનું પણ ધરાવે છે. શમીએ વધુમાં કહ્યું કે, 'હું પણ મારી કારકિર્દીનો અંત એવા સમયે કરવા માંગુ છું જે વર્લ્ડકપની જીત હોય કે અન્ય કંઈપણ, પરંતુ તે એક મોટી જીત હોવી જોઈએ.

  • Follow us on: