• મોહમ્મદ અઝહરુદ્દીનની બેટિંગે સૌકોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા
  • કેરળ ક્રિકેટ લીગની શરૂઆતની મેચમાં અઝહરુદ્દીને તોફાની ઇનિંગ રમી
  • મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી

મોહમ્મદ અઝહરુદ્દીનની બેટિંગે સૌકોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ટી-20 મેચમાં અઝહરુદ્દીને એક પછી એક 9 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત સુધી પહોંચાડી હતી. અઝહરૂદ્દીને 47 બોલમાં એટલા રન બનાવ્યા કે 20 ઓવરનો ટાર્ગેટ વામણો લાગવા લાગ્યો હતો. તમને એવુ લાગતુ હશે કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની વાત કરી રહ્યા છીએ. પરંતું એવું બિલકુલ નથી. જે ખેલાડીના બેટમાંથી વિસ્ફોટક ઈનિંગ નીકળી હતી તેનું નામ મોહમ્મદ અઝહરુદ્દીન છે. આ 30 વર્ષના અઝહરુદ્દીને KCL એટલે કે કેરળ ક્રિકેટ લીગની શરૂઆતની મેચમાં પોતાની ઇનિંગ પૂરી કરી છે.

અઝહરુદ્દીનની ટીમે 5 વિકેટે જીતી આ મેચ

KCLની શરૂઆતની મેચ 2 સપ્ટેમ્બરે થ્રિસુર ટાઇટન્સ અને એલેપ્પી રિપલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં થ્રિસુરની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. પહેલા રમતા તેણે 20 ઓવરમાં 161 રન બનાવ્યા હતા. ત્રિશૂર તરફથી અક્ષય મનોહરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. એલેપ્પી રિપલ્સને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેમણે 9 બોલ પહેલા જ 5 વિકેટ ગુમાવીને જીતી લીધો હતો.


અઝહરુદ્દીને રમી તોફાની બેટિંગ

મોહમ્મદ અઝહરુદ્દીન એલેપ્પી રિપલ્સનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં ટીમને જીત અપાવવાની જવાબદારી તેના પર વધુ હતી, જે તેણે નિભાવી પણ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે એલેપ્પી રિપલ્સે માત્ર 21 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઓપનર તરીકે આવેલા કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ખતરનાક બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી.

મોહમ્મદ અઝહરૂદ્દીનનો 47 બોલમાં કમાલ

મોહમ્મદ અઝહરુદ્દીને 47 બોલનો સામનો કર્યો અને એકલા સ્કોર બોર્ડમાં 92 રન ઉમેર્યા. 195.74ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી આ ઇનિંગમાં મોહમ્મદ અઝહરુદ્દીને 9 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. એટલે કે જો જોવામાં આવે તો તેણે જીતવા માટે મેળવેલા અડધાથી વધુ રન એકલાએ જ બનાવ્યા હતા. મોહમ્મદ અઝહરુદ્દીન તેની સદીથી 8 રન દૂર રહ્યો હતો પરંતુ તેના બેટ સાથેની ઈનિંગ્સે ટીમને મેચ જીતવામાં મદદ કરી હતી. થ્રીસુર ટાઈટન્સના 161 રનના જવાબમાં એલેપ્પી રિપલ્સે 18.3 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા હતા.

  • Follow us on: