- ભારત અને પાકિસ્તાન મેચને લઈને રિઝવાનનું નિવેદન
- રમીજ રાઝા ભારતને હરાવવા અમારા પર દબાણ કરતા હતા
- ભારત અને પાકિસ્તાન મેચમાં હંમેશા દબાણ રહે છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી. પરંતુ આ દિવસોમાં ક્રિકેટ પ્રેમીઓ T20 વર્લ્ડકપ 2024ને લઈને ઝનૂન છે. આવી સ્થિતિમાં 9 જૂને ભારત-પાકિસ્તાન મેચ માટે સમગ્ર વિશ્વમાં ઉત્સાહ વધી રહ્યો છે. 2021માં આ પહેલો પ્રસંગ હતો જ્યારે પાકિસ્તાની ટીમે વર્લ્ડકપ મેચમાં ભારત સામે જીત મેળવી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને તે મેચ યાદ કરી અને કહ્યું કે કેવી રીતે રમીઝ રાજાએ આખી ટીમને પ્રેરણા આપી હતી.
'ભારત-પાકિસ્તાન મેચમાં દબાણ છે'
મોહમ્મદ રિઝવાને કહ્યું, "અમે આ પહેલા ક્યારેય વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું નહોતું. રમીઝ રાજા અમારી પાસે આવ્યા અને કહ્યું કે અમારે ટીમ ઈન્ડિયાને હરાવવાની છે. તે વર્લ્ડકપના ઘણા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ બની ગયા હતા અને ત્યારે જ તે વર્લ્ડકપ નજીક આવતાની સાથે જ ટીમની માનસિકતા બદલવાની કોશિશ શરૂ કરી, તેણે અમને કહ્યું, 'તમે ટ્રોફી જીતો કે ન જીતો, કોઈ પણ સંજોગોમાં ભારત સામે હારશો નહીં.' તેઓ દબાણમાં ન આવવાનું કહેતા હતા, પરંતુ પછી તેઓ અમારા પર દબાણ કરતા હતા.
મોહમ્મદ રિઝવાન 2021માં પહેલીવાર T20 વર્લ્ડકપ રમી રહ્યો હતો. તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન મેચમાં હંમેશા દબાણ રહે છે. રિઝવાનના કહેવા પ્રમાણે, ભલે લોકો ટૂર્નામેન્ટની તમામ મેચો ન જોઈ રહ્યા હોય, પરંતુ દરેકની નજર ભારત-પાકિસ્તાન મેચ પર ટકેલી છે. તે સમયે, મેથ્યુ હેડન પાકિસ્તાન ટીમના કોચ હતા, જેમણે રિઝવાન અને કેપ્ટન બાબર આઝમના ખભા પર હાથ મૂક્યો અને પૂછ્યું કે તેઓ ભારત-પાકિસ્તાન મેચ વિશે કેવું અનુભવી રહ્યા છે. એટલે કે હેડન પણ આ મોટી મેચના દબાણથી સારી રીતે વાકેફ હતો.
2021માં ભારત-પાક મેચમાં શું થયું?
T20 વર્લ્ડકપ 2024ના ગ્રુપ 2 ની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન અને રિષભ પંતે 30 બોલમાં 39 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. જ્યારે પાકિસ્તાન ટાર્ગેટનો પીછો કરવા આવ્યો ત્યારે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર જેવા વર્લ્ડ ક્લાસ બોલરો પણ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સામે લાચાર દેખાતા હતા. બાબર આઝમે 68 રન અને રિઝવાને 79 રન બનાવી પાકિસ્તાનને 10 વિકેટે ઐતિહાસિક જીત અપાવી હતી.