- MLCએ ICC તરફથી લિસ્ટ Aનો દરજ્જો મેળવનારી બીજી ટીમ
- પેટ કમિન્સ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં રમવા માટે તૈયાર
- પેટ કમિન્સ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન માટે રમી શકે છે
T20 વર્લ્ડકપ 2024 વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોટી ટીમનો કેપ્ટન T20 વર્લ્ડકપ બાદ અમેરિકામાં રમાનાર મેજર લીગ ક્રિકેટ (MLC)માં ભાગ લેશે. ICCએ હાલમાં જ આ ક્રિકેટ લીગને લિસ્ટ A નો દરજ્જો આપ્યો છે. MLCએ ICC તરફથી લિસ્ટ Aનો દરજ્જો મેળવનારી બીજી એસોસિયેટ-રન ફ્રેન્ચાઇઝી સ્પર્ધા બની, UAEની ILT20 પાસે પણ લિસ્ટ Aનો દરજ્જો છે.
આ ટીમનો કેપ્ટન MLCમાં રમશે
ઓસ્ટ્રેલિયાની ટીમનો વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં રમવા માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટ 5 જુલાઈથી શરૂ થશે. એક અહેવાલ અનુસાર, કમિન્સ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન માટે રમી શકે છે. પેટ કમિન્સે તાજેતરની IPLમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેની કપ્તાની હેઠળ, તેણે સનરાઇઝર્સ હૈદરાબાદને ફાઇનલમાં પહોંચાડ્યું. એરોન ફિન્ચની નિવૃત્તિ બાદ ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સમાં એક જગ્યા ખાલી છે. આવી સ્થિતિમાં કમિન્સ આ ટીમ સાથે રમતા જોવા મળી શકે છે.
3 IPL ફ્રેન્ચાઇઝી MLCનો ભાગ
મેજર ક્રિકેટ લીગ એ અમેરિકાની પ્રથમ વ્યાવસાયિક T20 ચેમ્પિયનશિપ છે. આ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં કુલ 6 ટીમો રમી હતી. જેમાં 3 IPL ફ્રેન્ચાઇઝીએ તેમની ટીમો ખરીદી હતી જેમાં MI ન્યૂયોર્ક, લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ અને ટેક્સાસ સુપર કિંગ્સનો સમાવેશ થાય છે. આ સિવાય સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન, સિએટલ ઓર્કર્સ અને વોશિંગ્ટન ફ્રીડમની ટીમો આ લીગનો ભાગ છે.
T20માં પેટ કમિન્સનો રેકોર્ડ
T20માં પેટ કમિન્સનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. તેણે અત્યાર સુધી 146 T20 મેચમાં 163 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન 16 રનમાં 4 વિકેટ લેવી એ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે આ T20 મેચોમાં 857 રન પણ બનાવ્યા છે. તેણે ટી20માં 3 ફિફ્ટી પણ ફટકારી છે.