- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
- ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 26 જાન્યુઆરીથી શરૂ થશે
- મોહમ્મદ શમીએ ટેસ્ટ સિરીઝ રમવા અંગે આપી પ્રતિક્રિયા
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામે આગામી પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં રમવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. શમીએ કહ્યું છે કે તે આ સિરીઝમાં રમવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. ફાસ્ટ બોલરના મતે, તે આ ટેસ્ટ સિરીઝ માટે ફિટ રહેવા માંગે છે પરંતુ ટેસ્ટ મેચો લાંબો સમય ચાલે છે અને તેથી જ તમે કોઈ જોખમ લેવા માંગતા નથી.
જો મોહમ્મદ શમીની વાત કરીએ તો તે વર્લ્ડ કપ દરમિયાન જ ઈજાનો શિકાર બન્યો હતો પરંતુ તે દરેક મેચમાં સતત ઈન્જેક્શન લઈને રમ્યો હતો. શમીએ પીડા હોવા છતાં વર્લ્ડ કપ 2023ની તમામ મેચ રમી અને 24 વિકેટ પણ લીધી. જો કે, શમીએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તે ભારતીય ટીમ સાથે સાઉથ આફ્રિકા ટૂર પર પણ ગયો ન હતો અને ટીમ ઈન્ડિયાને શમીની ખૂબ જ કમી વર્તાઈ હતી.
હું જોખમ લેવા માંગતા નથી - મોહમ્મદ શમી
જ્યારે મોહમ્મદ શમીએ નિવેદન આપ્યું છે કે તે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં રમવા માંગે છે અને તેના માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ ટેસ્ટ મેચો લાંબો સમય ચાલે છે અને તેથી જ તમે કોઈ જોખમ લેવા માંગતા નથી. આ પહેલા એવા અહેવાલ હતા કે મોહમ્મદ શમી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે. શમીએ NCAમાં ફિટનેસ ટેસ્ટ પણ આપવો પડશે.
ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 થી 29 જાન્યુઆરી સુધી રમાશે, જે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
- બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જે 02 થી 06 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે
- ત્રીજી ટેસ્ટ 15 થી 19 જાન્યુઆરી સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે રમાશે
- ચોથી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી દરમિયાન રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં રમાશે
- પાંચમી અને છેલ્લી ટેસ્ટ 7 થી 11 માર્ચ સુધી ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે