• ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતના બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી
  • ધ્રુવ જુરેલને ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો
  • ધ્રુવ જુરેલની માતાએ સોનાની ચેન વેચીને ક્રિકેટ કીટ લેવા કહ્યું

ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં ભારતના બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી છે. સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. ટીમ આ બંને ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.

ધ્રુવ જુરેલને તક મળી

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને ત્રીજી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો હતો. સતત ફ્લોપ રહેતા કેએસ ભરતને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલ વિકેટ કીપર બેટ્સમેન તરીકે ટેસ્ટમાં પોતાની ઓળખ બનાવી શકે છે. ઈશાન કિશન અને ઋષભ પંત જેવા વિકેટકીપર બેટ્સમેનોની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલને પોતાની જગ્યા બનાવવાની તક મળશે.

પિતા પાસેથી આ ખાસ માંગણી કરી હતી

માત્ર 22 વર્ષના ધ્રુવ જુરેલે IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે IPLમાં પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષનો હતો ત્યારે તેણે તેના પિતાને કાશ્મીરી વિલો બેટ ખરીદવા કહ્યું હતું. ત્યારે તેની કિંમત 1500થી 2000 રૂપિયા હતી, તે સમયે તે મોટી કિંમત હતી પરંતુ મારા પિતાએ તે મારા માટે ખરીદ્યું હતું.

માતાએ વેચી હતી સોનાની ચેન

પોતાની વાત ચાલુ રાખતા ધ્રુવ જુરેલે કહ્યું હતું કે જ્યારે તેણે ક્રિકેટ કીટ બેગ ખરીદવાની વાત કરી ત્યારે તેના પરિવારના સભ્યોએ ના પાડી દીધી હતી. તે ખૂબ જ મોંઘું હતું અને તેથી તેના પરિવારના સભ્યો માટે તેને ખરીદવું સરળ ન હતું. ક્રિકેટ કીટની બેગ ખરીદવામાં આવી ન હોવાનું સાંભળીને તેણે પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો હતો અને તેના પરિવારના સભ્યોને ધમકી પણ આપી હતી કે જો તેને ક્રિકેટ કીટ ખરીદી આપવામાં નહીં આવે તો તે ભાગી જશે.


આ સાંભળીને તેની માતાએ તેના પિતાને સોનાની ચેન વેચીને કીટ લેવા કહ્યું. જુરેલે કહ્યું કે જ્યારે આ બન્યું ત્યારે હું ખૂબ જ ખુશ હતો પરંતુ જ્યારે મેં વસ્તુઓ સમજવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે આ કેટલું મોટું બલિદાન છે.

  • Follow us on: