• પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રચ્યો ઈતિહાસ
  • IPLમાં 150 કેચ પકડનાર એકમાત્ર વિકેટકીપર
  • આ યાદીમાં દિનેશ કાર્તિક બીજા સ્થાને છે

IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચ્યો હતો. પંજાબ કિંગ્સ સામે ધર્મશાલામાં રમાઈ રહેલી આ મેચમાં 1 કેચ લઈને એમએસ ધોનીએ આઈપીએલમાં 150 કેચ પૂરા કર્યા. તે IPLમાં 150 કેચ પકડનાર એકમાત્ર વિકેટકીપર બની ગયો છે. તેના સિવાય દિનેશ કાર્તિકે 144 કેચ પકડ્યા છે.

ઈમ્પેક્ટ પ્લેયર સિમરજીત સિંહે 10મી ઓવરના ચોથા બોલ પર જીતેશ શર્માની વિકેટ લીધી હતી. ધોનીએ વિકેટ પાછળ જીતેશનો કેચ પકડ્યો હતો. આ સાથે ધોનીએ IPLમાં વિકેટકીપર તરીકે 150 કેચ પૂરા કર્યા. જીતેશ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

ધોનીએ વિકેટ પાછળ સૌથી શિકાર કર્યા

ધોની IPLમાં સૌથી વધુ ખેલાડીઓને આઉટ કરનાર વિકેટકીપર પણ છે. તેણે વિકેટ પાછળથી અત્યાર સુધીમાં 188 શિકાર કર્યા છે. આ યાદીમાં દિનેશ કાર્તિક બીજા સ્થાને, રિદ્ધિમાન સાહા ત્રીજા, ઋષભ પંત ચોથા અને રોબિન ઉથપ્પા પાંચમા સ્થાને છે. આટલું જ નહીં ધોની IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી પણ છે. તેણે પોતાની ડેબ્યૂ સિઝનથી અત્યાર સુધીમાં 261 મેચ રમી છે. આ યાદીમાં રોહિત શર્મા (254) બીજા, દિનેશ કાર્તિક (253) ત્રીજા, વિરાટ કોહલી (248) ચોથા અને રવિન્દ્ર જાડેજા (237) 5માં સ્થાને છે.

આઈપીએલમાં સૌથી વધુ શિકાર

  • મહેન્દ્ર સિંહ ધોની: 188
  • દિનેશ કાર્તિક: 172
  • રિદ્ધિમાન સાહા: 113
  • રિષભ પંત : 93
  • રોબિન ઉથપ્પા: 90

  • Follow us on: