• RCBએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને કરી પ્લેઓફમાં એન્ટ્રી
  • એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી શકે છે
  • ધોની લંડનમાં સર્જરી બાદ જ નિવૃત્તિ અંગે કોઈ નિર્ણય લેશે

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર એમએસ ધોનીની નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધોની IPLમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી શકે છે. જો કે, આ અટકળોને હાલ પૂરતો વિરામ આપવામાં આવી શકે છે કારણ કે ધોનીએ તેના સ્વાસ્થ્યને લઈને એક મોટો નિર્ણય લીધો છે, રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ તેના ઘૂંટણની સર્જરી લંડનમાં કરાવવાનું નક્કી કર્યું છે. એક અહેવાલ મુજબ, ધોની લંડનમાં સર્જરી બાદ જ નિવૃત્તિ અંગે કોઈ નિર્ણય લેશે.

માહી IPLમાં ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો

ધોનીને સ્નાયુમાં ઈજા છે. IPL દરમિયાન પણ તે આ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ધોનીની ઈજાને પણ તેના બેટિંગમાં નીચલા ક્રમે ઉતરવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. હવે તેણે તેની સારવાર કરાવવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોની ઈજામાંથી સાજા થયા બાદ જ નિવૃત્તિ અંગે કોઈ નિર્ણય લેશે. ધોની હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. આમાંથી સાજા થવામાં તેમને ઓછામાં ઓછા 5 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં તેમની પાસે નિવૃત્તિ અંગે નિર્ણય લેવા માટે ઘણો સમય છે.

રાયડુએ આગામી સિઝનમાં રમવાની આશા વ્યક્ત કરી

ધોનીના સાથી ખેલાડી અંબાતી રાયડુએ પણ નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું હતું. તેણે આશા પણ વ્યક્ત કરી હતી કે માહી આવતા વર્ષે રમશે. રાયડુએ કહ્યું કે માહીના નિર્ણયોને સમજવું મુશ્કેલ છે. કદાચ તમે તેને આગામી સિઝનમાં ફરી રમતા જોશો.

ધોનીના ચહેરા પર નિરાશા

આરસીબી સામે રમાયેલી નિર્ણાયક મેચમાં હાર બાદ ધોની નિરાશ દેખાયો હતો. ધોનીના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેણે છેલ્લી ઓવરમાં, તેણે પહેલા જ બોલ પર 110 મીટરના સ્ટેડિયમમાં સિક્સર ફટકારી, પરંતુ તે પછી, યશ દયાલે નવા બોલથી કરી અને ધોનીને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ મેચમાં ધોનીએ 192.31ના સ્ટ્રાઈક રેટથી 13 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 25 રન બનાવ્યા હતા. જોકે, તેના આઉટ થયા બાદ યશ દયાલે આગામી ચાર બોલમાં માત્ર એક રન આપ્યો અને CSK પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

  • Follow us on: