- IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન
- 14 મેચોમાંથી ટીમ માત્ર 4 જ જીતવામાં સફળ રહી છે
- મુંબઈ ઈન્ડિયન્સે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો
IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકને શરૂઆતની મેચોમાં ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય કરી શકી ન હતી. IPL 2024ની 14 મેચોમાંથી ટીમ માત્ર 4 જ જીતવામાં સફળ રહી છે. આ કારણોસર મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. પરંતુ પ્લેઓફમાં ન પહોંચી શકવા છતાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે IPL 2024માં ત્રણ મોટા રેકોર્ડ બનાવ્યા છે.
સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો
IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 247 રન બનાવ્યા હતા. IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સનો આ સૌથી મોટો સ્કોર છે. IPL 2024માં જ મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 246 રન બનાવ્યા હતા. IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો સર્વોચ્ચ સ્કોર 235 રન હતો, જે ટીમે વર્ષ 2021માં બનાવ્યો હતો.
T20 ક્રિકેટમાં 150 મેચ જીતી
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમને 29 મેચમાં હરાવ્યું હતું. T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ 150મી જીત હતી. T20 ક્રિકેટના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ 150 મેચ જીતનારી પ્રથમ ટીમ છે. T20 ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કોઈ ટીમ આટલી મેચ જીતી શકી ન હતી. જ્યારે ભારતીય ટીમ માત્ર 144 મેચ જીતી શકી છે.
આ કારનામુ કરનારી પ્રથમ ટીમ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જીતી હતી. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની આ 50મી જીત હતી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં એક ગ્રાઉન્ડ પર 50 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈ પહેલા કોઈ ટીમ એક ગ્રાઉન્ડ પર આટલી બધી મેચો જીતી ન હતી. મુંબઈની જીતેલી મેચોમાં સુપર ઓવરનો વિજય પણ સામેલ હતો.